સોમવારે શિવ મંદિરે જઈ કરો આ મંત્રનો જાપ, જીવનની સમસ્યાઓનો આવશે અંત - Sandesh
  • Home
  • Astrology
  • સોમવારે શિવ મંદિરે જઈ કરો આ મંત્રનો જાપ, જીવનની સમસ્યાઓનો આવશે અંત

સોમવારે શિવ મંદિરે જઈ કરો આ મંત્રનો જાપ, જીવનની સમસ્યાઓનો આવશે અંત

 | 2:37 pm IST

ભગવાન શિવને ભોળાનાથ પણ કહેવાય છે. તેઓ ભક્તોની દરેક મનોકામના પૂર્ણ કરે છે. બસ જરૂર હોય છે તેમની ભક્તિ શ્રદ્ધાથી કરનાર ભક્તની. શવિભક્તિ માટે શ્રેષ્ઠ વાર સોમવારને માનવામાં આવે છે. આ દિવસે લોકો શિવમંદિરમાં જઈ ભગવાન શંકરનો જળાભિષેક કરે છે અને પૂજા અર્ચના કરી મનોકામના પૂર્તિના આશીર્વાદ માંગે છે. પરંતુ આજે તમને જાણવા મળશે એક એવા મંત્ર વિશે જે વ્યક્તિના સૂતેલા ભાગ્યને જગાડી દે છે અને ગ્રહદોષ પણ દૂર કરે છે.

ચમત્કારી શિવ મંત્ર
दु:स्वप्नदु:शकुनदुर्गतिदौर्मनस्य,दुर्भिक्षदु‌र्व्यसन दुस्सहदुर्यशांसि
उत्पाततापविषभीतिमसद्ग्रहार्ति,व्याधीश्चनाशयतुमे जगतातमीश:

આ મંત્રમાં સંપૂર્ણ જગતના સ્વામી ભગવાન શંકરને જીવનમાંથી અપશુકન, દુર્ગતિ, અશાંતિ, ઉત્પાત, ગ્રહદોષ, બીમારી દૂર કરવા પ્રાર્થના કરવામાં આવી છે.