સોરઠમાં શ્રાીકાર મેઘમહેર : ગિરનાર પર ૧૮ ઈંચ: વિસાવદરમાં ૧૭ ઈંચ - Sandesh
1.6M
1M
1.7M
APPS
 • Home
 • Jamnagar
 • સોરઠમાં શ્રાીકાર મેઘમહેર : ગિરનાર પર ૧૮ ઈંચ: વિસાવદરમાં ૧૭ ઈંચ

સોરઠમાં શ્રાીકાર મેઘમહેર : ગિરનાર પર ૧૮ ઈંચ: વિસાવદરમાં ૧૭ ઈંચ

 | 7:45 am IST
 • Share

 • જૂનાગઢ જિલ્લાના ૨૧ જળાશયોમાં નવા નીર,૮ ડેમ ઓવરફ્લો
 • દામોકુંડ, વિલિંગ્ડન, હસ્નાપુર, આણંદપુર, નરસિંહ સરોવર છલકાયું
 • જૂનાગઢ: સોરઠમાં આજે મેઘરાજાએ શ્રાીકાર અમીવર્ષા વરસાવતા જે ડેમ,નદી-નાળાના તળિયા દેખાતા હતા તે તમામ નાના-મોટા ડેમ,નદી-નાળા, ઝરણાઓ છલકાઈ ઉઠતા સર્વત્ર ધરતીપુત્રોમાં ખુશીની લ્હેર દોડી ગયેલ છે. જૂનાગઢ જિલ્લામાં આજે ચારથી ૧૮ ઈંચ વરસાદ વરસ્યો હતો.
  માત્ર છેલ્લા ૧૨ કલાકમાં જ જિલ્લામાં મેઘરાજાએ એકધારી સટાસટી બોલાવતા પાણી પાણી અને જળબંબાકાર જેવી સ્થિતિનું નિર્માણ જોવા મળ્યું છે, જૂનાગઢ જિલ્લામાં સૌથી વધુ વિસાવદરમાં જાણે આભ ફટયું હોય તેમ ૧૨ કલાકમાં ૧૭ ઈંચ વરસાદથી અહીની પોપટડી, મયારી, કલારો નદીઓમાં ઘોડાપુર આવ્યા હતા, તો અહીનો ધ્રાફ્ડ ડેમ ઓવરફ્લો થતા તેના બે દરવાજા ખોલવામાં આવ્યા હતા. તો આંબાજળ સહિતના ડેમોમાં પુષ્કળ પાણીની આવક નોધાઇ હતી.
  સાથે ગિરનાર પર મેઘરાજાએ ૧૮ ઈંચ વરસાદી પાણી વરસાવતા આસપાસના હસ્નાપુર અને વિલિંગડન ડેમ, આણંદપુર ડેમ, દામોદર કુંડ, નરસિંહ સરોવર ઓવરફ્લો કરી દીધા હતા, તો સોનરખ નદી, કાળવો નદીમાં ઘોડાપુર આવ્યા હતા. જૂનાગઢ શહેરમાં સતત વરસેલા ૭ ઈંચ વરસાદથી નીચાણવાળા વિસ્તારો પાણીમાં ફ્ેરવાયા હતા, અહીના દોલતપરામાંથી છ લોકોનું પાણીમાંથી રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું, તો સાબલપુર ચોકડી પાસે અનેક દુકાનોમાં પાણી ઘુસી જતા વેપારીઓએ હાઇવે પર ડિવાઈડર તોડવાની ફ્રજ પડી હતી. શહેરનો પાણી પ્રશ્ન હાલ પુરતો હલ થયેલ હતો. જિલ્લામાં અન્યત્ર કેશોદ, ભેંસાણ, મેંદરડા, માંગરોળ, માણાવદર, માળિયા, વંથલી પંથકમાં ચાર ઈંચ વરસાદ વરસ્યો હતો, જિલ્લામાં પડેલા વરસાદથી રવિ સિઝનમાં સારો પાક લઈ શકાય તેવી સ્થિતિનું અને ખરીફ્ સિઝનમાં મબલખ ઉત્પાદન થાય તેવી સ્થિતિ મેઘરાજાએ કલાકોમાં સર્જી દેતા સર્વત્ર ખુશીની લેહર દોડી ગયેલ છે.
  જૂનાગઢ નજીક આવેલ આણંદપુર ડેમ પાસે પુલ પરથી એક કાર પાણીમાં ખાબકતા તેના ચાલકને બચાવીને કારને ક્રેઇનની મદદથી બહાર ખેચવામાં આવી હતી. તો જૂનાગઢ જિલ્લાના ધ્રાફ્ડ, ઓઝત વિયર, ઓઝત શાપુર, બાંટવા ખારો, અમીપુર ડેમ ઓવરફ્લો થયા છે. તો જંગલ વિસ્તારમાં વન્ય જીવો, પશુ,પંખીઓના પીવાના પાણીનો પ્રશ્ન હલ થયો છે અને સર્વત્ર હરિયાળી જોવા મળી રહી છે.
  ૨૨૧ ગામોને પાણી પૂરું પાડતો ઓઝત-૨ ઓવરફ્લો
  જૂનાગઢ ઃ જીલ્લાનો સૌથી મોટો ઓઝત-૨ ડેમ આજે બપોરે ઓવરફ્લો થયો છે, વિસાવદર અને ભેંસાણ પંથકમાં ભારે વરસાદથી ઉપરવાસના પાણી ઓઝત-૨ માં ઠલવાયા હતા, ગઈકાલે આ ડેમની સ્થિત માત્ર ૩૫ ટકા જ હતી, જેમાં આજે એક જ દિવસમાં ૬૫ ટકા પાણીનો જથ્થો આવતા ડેમનું રુલ લેવલ જાળવવા માટે ડેમના ચાર દરવાજા ચાર ફ્ૂટ ખોલવામાં આવ્યા છે. હાલ ડેમમાં પ્રતિ સેકન્ડ ૧૫ હજાર કયુસેક પાણીની આવક હોવાથી હેઠવાસના બેલા, રામેશ્વર, મેવાસા, બાદલપુર, આણંદપુર, રાયપુર, સુખપુર, વંથલી, કણજા, નાગલપુર ગામને સાવચેત કરાયા છે. આ ડેમ થકી જિલ્લાના ૨૨૧ જેટલા ગામોને સિંચાઈનું પાણી મળે છે.
  ૮ ડેમ ઓવરફ્લો થતા હેઠળવાસના ૪૧ ગામોમાં એલર્ટ
  જૂનાગઢ ઃ જૂનાગઢ જિલ્લામાં આજે માણાવદરનો બાંટવા ખારો, વંથલીનો ઓઝત વિયર, હસ્નાપુર, વિસાવદરનો ધ્રાફ્ડ, વંથલીનો ઓઝત વિયર વંથલી, જૂનાગઢનો ઉબેણ વિયર કેરાળા, અને જૂનાગઢનો ઓઝય વિયર આણંદપુર ડેમ ઓવરફ્લો થતા ૪૧ ગામોને તંત્રએ એલર્ટ આપ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન