સોશિયલ ડિસ્ટન્સિંગ - Sandesh
1.6M
1M
1.7M
APPS

સોશિયલ ડિસ્ટન્સિંગ

 | 12:30 am IST
  • Share

સામેની નેઇમપ્લેટ વાંચતા, રેખાનું મોઢું વંકાઈ જતું.

*રવિ, કહ્યુંને આફ્તાબ જોડે નથી રમવાનું.*

*પણ કેમ મમ્મી? હી ઈઝ માય બેસ્ટ ફ્રેન્ડ…* બોલતા રવિનો હાથ ખેંચી રેખાએ તેને ઘરમાં ઘાલ્યો.

રવિનાં મમ્મી-પપ્પા, બાને કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો. ચીસ પાડતી એમ્બ્યુલન્સ આવી ત્યારે સામેના ઘરનો દરવાજો ઊઘડયો.

*બહેન, ચિંતા ન કરો. રવિ મારા આફ્તાબ સાથે અમારે ત્યાં રહેશે. નિિંૃત રહેજો, રવિ અમારા ઘરે રહેશે ત્યાં સુધી અમે નોનવેજ નહીં બનાવીએ. રવિ મારા આફ્તાબ સમાન છે. તેને ઊની આંચ નહીં આવે.* બુરખા પાછળ ડોકાતી આંખો લાગણીશીલ સ્વરે વિનવતી રહી.

રેખાની આભારવશ છલકાયેલી આંખો એ સ્ત્રીને તાકતી બોલી,

‘પોઝિટિવ અમે નહીં, તું છે.’

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન