સૌરાષ્ટ્રના સેંકડો ગામો ટાપૂમાં ફેરવાયા હજ્જારો ગ્રામજનો સંપર્ક વિહોણા - Sandesh
1.6M
1M
1.7M
APPS
 • Home
 • Jamnagar
 • સૌરાષ્ટ્રના સેંકડો ગામો ટાપૂમાં ફેરવાયા હજ્જારો ગ્રામજનો સંપર્ક વિહોણા

સૌરાષ્ટ્રના સેંકડો ગામો ટાપૂમાં ફેરવાયા હજ્જારો ગ્રામજનો સંપર્ક વિહોણા

 | 7:40 am IST
 • Share

 • ૧૫ ડેમ છલકાતા ૨૧૬ ગામોને ચેતવણી
 • ગામડાઓમાં વીજ પૂરવઠો પણ ખોરવાયો: અનેક રસ્તા બંધ
 • રાજકોટ:સૌરાષ્ટ્રમાં રાજકોટ, જામનગર અને જૂનાગઢ જિલ્લામાં આભ ફાટયું હોય તેમ ૨૦ ઈંચ સુધી વરસાદ પડતા અનેક ગામડાઓ બેટમાં ફેરવાઈ ગયા છે અને હજ્જારો લોકો સંપર્ક વિહોણા બની ગયા છે ભારે વરસાદના કારણે ગામડાઓમાં ખેતર-પાકનું ઘોવાણ થતા જંગી નુકશાન થયું હોવાની દહેશત વ્યકત કરવામાં આવી છે.
  રાજકોટ અને જામનગરના ગામ્ય વિસ્તારમાં આભ નીચોવાયું હોય તેમ ભારે વરસાદના કારણે અનેક ગામમાં વીજ થાંભલા પડી જવાથી વીજ પૂરવઠો ખોરવાઈ ગયો છે અનેક ગામ્ય વિસ્તારના રસ્તા અને કોઝવે ઉપર પાણી ફરી વળતા ગામ્ય વિસ્તારનો સંપર્ક કપાઈ ગયો છે તેમજ કેટલાય ગામમો બેટમાં ફેરવાઈ ગયા છે.
  ગામ્ય વિસ્તારોમાં કમ્મર સુધી પાણી ભરાવાના કારણે લોકો ઘરમાં પૂરાઈ ગયા છે અમુક ગામડાઓમાં નદી-નાળા છલકાતા પૂરના પાણી ગામમાં ઘૂસી ગયા છે સરકારી તંત્ર દ્રારા ગામડાઓમાં રાહત બચાવની કામગીરી તેજ કરવામાં આવી છે.
  રાજકોટ-જામનગર અને જૂનાગઢમાં ભારે વરસાદના કારણે એક જ રાતમાં ૧૫ ડેમ છલકાઈ જતા ૧૩૬ ગામોને ચેતવણી આપવામાં આવી છે તેમાં ઉંડ-૧ના ૧૦, ખોડાપીપરના ૩, આજી-૩ના ૧૮, આજી-રના ૧૦, ભાદર-રના ૩૭, ડોંડીના ૪, ઉમીયાનગર-૭, લાલપરીમાં ૨,ન્યારી-રમાં ૫, છાપરવાડી-૧માં ૭, સોડવદરમાં ૨, વેણુ-રના ૫, ફોફળ-રના ૪, છાપરવાડી-રના ૭, આજી-૪ના ૧૫ ગામોને નદી-ડેમના પટમાં અવરજવર નહી કરવા જણાવેલ છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો