સૌરાષ્ટ્રમાં જો વધુ વરસાદ પડે તો કપાસ અને કઠોળને ભારે નુકસાની  - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Gujarat
  • સૌરાષ્ટ્રમાં જો વધુ વરસાદ પડે તો કપાસ અને કઠોળને ભારે નુકસાની 

સૌરાષ્ટ્રમાં જો વધુ વરસાદ પડે તો કપાસ અને કઠોળને ભારે નુકસાની 

 | 1:48 am IST
  • Share

સૌરાષ્ટ્રમાં સોમવારે સાર્વત્રિક વરસાદથી સૌથી વધુ ખેડૂતપુત્રો ખુશખુશાલ છે, પરંતુ કૃષિ વૈજ્ઞાાનિકોના મતે હાલનો વરસાદ ખરીફ્ સિઝન માટે મબલખ આવક લઈને આવશે, પરંતુ જો વધુ ત્રણ-ચાર દિવસ વરસાદ ભારેથી અતિભારે વરસાદ પડે તો મહદઅંશે મગફ્ળીને બાદ કરતા કપાસ અને કઠોળને નુકશાન કરી શકે છે.

જૂનાગઢ કૃષિ વિભાગના અધિકારીના જણાવ્યા અનુસાર સૌરાષ્ટ્રમાં જૂનાગઢ, ગીર-સોમનાથ, અમરેલી, પોરબંદર, ભાવનગર અને બોટાદ જિલ્લામાં ખરીફ્ સિઝનમાં સમયસર વાવણી કરવામાં આવી હતી, પરંતુ વચ્ચે વરસાદ ખેંચાતા ખેડૂતોના જીવ તાળવે ચોંટી ગયા હતા. છેલ્લે છેલ્લે મેઘરાજાએ વરસાદની સાર્વત્રિક મેઘમહેર વરસાવતા હાલ સમગ્ર સૌરાષ્ટ્રમાં શ્રીકાર વરસાદ વરસ્યો છે, જેના પરિણામે સૌરાષ્ટ્રના આ જીલ્લાઓમાં કુલ ૧.૭૪ લાખ હેક્ટર વાવતેર પૈકી ૧.૪૭ લાખ હેક્ટરમાં થયેલ વાવેતરને સારો એવો ફયદો કર્યો છે. આગામી રવિ સિઝન માટે પણ પાણીનો સંગ્રહ કરી લીધો છે.

સૌરાષ્ટ્રના મોટા ભાગના તમામ જળાશયો અને ચેકડેમ છલકાઈ ઊઠયા છે, જેનાથી ખરીફ્ સિઝનના ખાસ કરીને સૌથી વધુ વાવતેર કરાયેલ મગફ્ળી, કપાસ અને કઠોળને લાભદાઈ છે, જેનાથી મબલખ ઉત્પાદન થશે. ભારે વરસાદની સ્થિતિ આવનારા ત્રણ-ચાર દિવસ સુધી અવિરત ચાલુ રહે તો ખરીફ્ સિઝનમાં સૌથી વધુ નુકશાન કપાસ અને કઠોળમાં પાકને થશે, તેના માટે ખેડૂતોને ફ્રીથી એકડો ઘુટવો પડે તેવી સ્થિતિ સર્જાય તેમ છે.

સૌરાષ્ટ્રમાં ખાસ કરીને મગફ્ળી અને કપાસનું વાવતેર વધુ થાય છે, જેમાં આ બને ખરીફ્ પાક માટે ખેડૂતપુત્રો આખું વર્ષ મહેનત અને પોતાની મૂડી રોકતા હોય છે, હવે આવનારા ત્રણ-ચાર દિવસ જ બતાવશે કે, ખેડૂતોને કેટલો ફયદો થશે, કેમ કે મગફ્ળીના પાકને પાકતા હજુ દોઢ-બે માસનો સમય લાગે તેમ છે, અન્ય પાકો માટે કુદરત પર સર્વેનિર્ભર છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન