સૌરાષ્ટ્રમાં ૭૦૦એસ.ટી. બસના પૈડાં થંભી ગયા - Sandesh
  • Home
  • Rajkot
  • સૌરાષ્ટ્રમાં ૭૦૦એસ.ટી. બસના પૈડાં થંભી ગયા

સૌરાષ્ટ્રમાં ૭૦૦એસ.ટી. બસના પૈડાં થંભી ગયા

 | 12:02 am IST

  • મોડી સાંજથી સુરેન્દ્રનગર ડેપોની બસો બંધ કરાઇ ઃ બીજા દિવસે જૂનાગઢ, અમરેલી પોરબંદરની બસોના રૃટ સવારથી જ રદ  : ખાનગી વાહના ચાલકોને બખ્ખા

રાજકોટ : રાજકોટ સહિત સમગ્ર સોૈરાષ્ટ્રમાં તોફાનના પગલે ૭૦૦થી વધુ એસ.ટી. બસના પૈડા થંભી ગયા હતા. પરિણામે હજારો મુસાફરો રઝળી પડયા હતા. રાજકોટથી જામનગર, ભાવનગર કચ્છ તરફનો રૃટ જ ચાલુ રખાયો હતો. આખો દિવસ સુરેન્દ્રનગર ડેપોની બસ ચાલુ રહી હતી. બાદમાં બપોર બાદ બસને નીશાન બનાવવાના પ્રયાસના પગલે રાજકોટ ડી.સી.એ સુરેન્દ્રનગર ડેપોની તમામ બસના રૃટ રદ કરી દેવાનો નિર્ણય લીધો હતો. જેના કારણે અપડાઉન કરતાં નોકરીયાત અને સ્કૂલ-કોલેજ જતાં વિધાર્થીઓ રઝળી પડયાં હતા.
દલિતો ઉપર અત્યાચારના સમગ્ર સોૈરાષ્ટ્રમાં ઘેરા પડઘા પડયા હતા. ગુજરાત બંધના પગલે દલિતોના ટોળા દ્વારા એસ.ટી.બસોને રોકવાના પ્રયાસો થતાં સવારના ભાગે જે રૃટ શરૃ હતાં તે અચાનક બંધ કરી દેતાં મુસાફરોને ખાનગી વાહનનો આશરો લેવો પડયો હતો. બુધવારે રાજકોટ એસ.ટી. ડિવિઝનની જૂનાગઢ તરફ જતી બસો તેમજ પોરબંદર અનેે અમરેલી જતી તમામ બસોના રૃટ રદ કરાયા હતા. જો કે મોટા ભાગના બસ ડેપો ઉપર હથિયારધારી પોલીસનો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. જૂનાગઢ ડેપોમાંથી ઉપડતી તમામ બસ તેમજ અમરેલી અને પોરબંદર ડેપોની બસ બંધ રહી હતી. રાજકોટથી ધોરાજી, ઉપલેટા, જૂનાગઢ, બાબરા, અમરેલી તરફ જતી એસ.ટી.બસો આખો દિવસ બંધ રહેતાં મુસાફરો પરેશાન થઇ ગયા હતા.અત્રે એ ઉલ્લેખનીયછેકે સોૈરાષ્ટ્રમાં રાજકોટ ડિવિજનના ૧૦૦, જુનાગઢ ડિવિઝનના ૫૦૦અમરેલી ડિવિજનના ૮૦૦ મળી આશરે ૧૫૦૦ જેટલા એસ.ટી.ના રૃટ રદ કરવામાં આવ્યા હતા. રાજકોટ ડેપો ઉપરથી ફક્ત ગોંડલ તેમજ જસદણ સુધી જ બસો દોડાવવામાં આવતી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન