સૌરાષ્ટ્ર આજે કોંગ્રેસના નેજા હેઠળ રોષપૂર્ણ બંધ પાળશે - Sandesh
 • Home
 • Jamnagar
 • સૌરાષ્ટ્ર આજે કોંગ્રેસના નેજા હેઠળ રોષપૂર્ણ બંધ પાળશે

સૌરાષ્ટ્ર આજે કોંગ્રેસના નેજા હેઠળ રોષપૂર્ણ બંધ પાળશે

 | 12:50 am IST

 • કાળઝાળ મોંઘવારી અને ડીઝલ-પેટ્રોલના સતત વધતા ભાવવધારા સામે રોષ
 • તાલાલામાં બંધમાં જોડાવા માટે પત્રિકા બહાર પાડી અનુરોધ કર્યો ઃ ટંકારા,ધોરાજી,મોરબી,જૂનાગઢ,ઉનામાં પણ પળાશે બંધ
  રાજકોટ : દેશભરમાં મોંઘવારીએ માજા મુકી રહી હોય સામાન્ય માનવીએ જીવન નિવાર્હ કરવો કઠીન બની ગયું છે ત્યારે ડીઝલ-પેટ્રોલના અવિરત વધતા ભાવો મોંઘવારીમાં વધારો કરી રહ્યા છે.આ ભાવવધારાને કાબુમાં લેવા માટે સરકાર નિષ્ફળ ગઈ છે ત્યારે કેન્દ્ર તથા રાજય સરકારને ઢંઢોળવા માટે તા.૧૦ના રોજ કોંગ્રેસ દ્વારા બંધનું એલાન આપવામાં આવેલ છે તેમાં સૌરાષ્ટ્રના અનેક શહેરો પણ જોડાઈને વિરોધ વ્યકત કરનાર છે તેમ જાણવા મળેલ છે
  તાલાલામાં પણ કોંગ્રસ પ્રેરિત બંધના એલાનમાં જોડાવા માટે લોકોને અપીલ કરતી પત્રિકાઓ ફરતી કરવામાં આવી હતી અને ભારત બંધના એલાનને સફળ બનાવવા માટે અપીલ કરવામાં આવી હતી.સરકાર દ્વારા રોજ-બરોજ પેટ્રોલ-ડીઝલના ભાવવધારો કરાઈ રહ્યો છે,ડોલર સામે રૂપ્પિયાની કિંમત ઘટતી જાય છે,પેટ્રોલ-ડીઝલનો જીએસ.ટી.માં સમાવેશ થતો થતો નથી વિગેરે પ્રશ્નોને લઈ કોંગ્રેસ દ્વારા તા.૧૦ના રોજ કોંગ્રેસ દ્વારા દેશ બંધનું એલાન આપવામાં આવેલ છે તેને અનુલક્ષી ટંકારા પણ બંધમાં જોડાનાર છે અને લતીપર ચોકડીએ સવારના ૯ થી બપોરના ૩ વાગ્યા સુધી લોકશાહી બચાવવા કાર્યક્રમ યોજવામાં આવેલ છે.આ બંધમાં જોડાવા માટે લોકોને અપીલ કરવામાં આવી છે.કોંગ્રેસ દ્વારા તા.૧૦નો ભારત બંધના આપવામાં આવેલ એલાનને અનુલક્ષી ધોરાજીમાં પણ બંધ પાળવા માટે કોંગ્રેસ દ્વારા અપીલ કરવામાં આવી છે.ધોરાજી કોંગ્રેસના પ્રમુખ જગદીશભાઈ રાખોલીયા,જિલ્લા મહામંત્રી વિઠલભાઈ હીરપરા સહિતના આગેવાનોએ વેપારી અને નાગરિકોને બંધમાં જોડાવા માટે અપીલ કરી હતી.
  પેટ્રોલ-ડિઝલના ભાવ વધારાના વિરોધમાં સરકારને ભીસમાં લેવા મોરબી જીલ્લા, તાલુકા શહેર કોંગ્રેસ દ્વારા આવતીકાલે ૧૦ના રોજ મોરબી બંધનું એલાન કરવામાં આવ્યુ છે. ત્યારે ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ પેટ્રોલ-ડિઝલના ભાવ વધારાના વિરોધમાં કોંગ્રેસે આપેલ ભારત બંધમાં મોરબી શહેર શાંતિપુર્વક બંધ પાળે અને તા.૧૦ના રોજ સવારે ૮ વાગ્યે સુપર માર્કેટ, નવા બસસ્ટેન્ડ પાસે કોંગ્રેસના કાર્યકરોએ એકત્ર થવાની અપીલ કરી છે. રાજ્ય સરકારનું તાનાશાહીભર્યુ વલણ, ખેડૂતો અને શિક્ષિત બેરોજગારી, પેટ્રોલ, ડિઝલ અને રાંધણગેસમાં ભાવ વધારો સહિતના અનેક પ્રશ્ને રાષ્ટ્રીય કોંગ્રેસ દ્વારા આવતીકાલ તા.૧૦ ના રોજ અપાયેલ ભારતબંધના કાર્યક્રમમાં જૂનાગઢ જિલ્લા અને શહેર કોંગ્રેસ દ્વારા તમામ વેપારી ભાઈઓ, સામાજીક સંસ્થાઓ, વિવિધ સંગઠનના હોદ્ેદારો, કિશાનો, મજુરો વગેરેને પોતાના ધંધા-રોજગાર બંધ રાખી ભારતબંધમાં જોડાવા જૂનાગઢ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ નટવરલાલ પોંકિયા અને શહેર પ્રમુખ વિનુભાઈ અમીપરાએ અપીલ કરી છે.૫ેટ્રોલ-ડીઝલ,રાંધણગેસના ભાવવધારા મુદે કોંગ્રેસે આપેલ આજના ભારત બંધના એલાનમાં ઉના શહેર-તાલુકો,ગીરગઢડા શહેર તથા તાલુકામાં સજજડ બંધ પાળવા ધારાસભ્ય પુંજાભાઈ વંશ દ્વારા અપીલ કરવામાં આવી છે.
  વડિયા ઃ વડિયા શહેરમાં એક બાજુ કોંગ્રેસ દ્વારા બંધનું એલાન આપવામાં આવ્યું છે ત્યારે ચેમ્બર ઓફ કોમર્સ અને ગ્રામ પંચાયત દ્વારા ખૂલ્લું રાખવાનું એલાન આપવામાં આવતા રાજકીય ગરમાવો આવ્યો છે.