સૌરાષ્ટ્ર-સોરઠમાં હાર્દિકના ટેકામાં ઉપવાસ આંદોલન - Sandesh
  • Home
  • Jamnagar
  • સૌરાષ્ટ્ર-સોરઠમાં હાર્દિકના ટેકામાં ઉપવાસ આંદોલન

સૌરાષ્ટ્ર-સોરઠમાં હાર્દિકના ટેકામાં ઉપવાસ આંદોલન

 | 1:20 am IST

તાલાલાના રમળેચી ગીર ગામે હાર્દિક પટેલના સમર્થનમાં ગામ સમસ્તે રામ મંદિર ખાતે ધરણા કર્યા હતા અને અખંડ રામધુન બોલાવી હતી. ખેડૂતો અને આમ પ્રજાને યોગ્ય ન્યાય અપાવવા હાર્દિક પટેલની સત્ય લડત અંગે સરકાર જીદ છોડી ખેડૂતોના કલ્યાણ માટે માંગણી સ્વીકર કરે તેવી રમળેચીના ગ્રામજનોએ માગણી કરી છે. બીલખા તાબેના મંડલીકપુર ગામમાં હાર્દિકના ઉપવાસના ટેકામાં સરકાર સામે થાળી વેલણ વગાડી વિરોધ વ્યકત કરવામાં આવ્યો હતો. મેંદરડા તાલુકાના ડેડકીયાળ ગામે હાર્દિકના ટેકામાં રામધુન બોલાવવામાં આવી હતી.