સ્જીેંના હંગામી લેક્ચરરના પગારમાં ૧૦ %નો વધારો - Sandesh
  • Home
  • Baroda
  • સ્જીેંના હંગામી લેક્ચરરના પગારમાં ૧૦ %નો વધારો

સ્જીેંના હંગામી લેક્ચરરના પગારમાં ૧૦ %નો વધારો

 | 3:47 am IST

 

ા વડોદરા ા

એમએસ યુનિવર્સિટીની ગઇકાલે મળેલી બેઠકમાં હંગામી કર્મચારીઓ બાદ હવે હંગામી લેક્ચરરના પગારમાં ૧૦ ટકાનો વધારો કરવાનો નિર્ણય લેવાયો હતો. પૂર્વ વિદ્યાર્થી કે. એન. વ્યાસને ડોક્ટર ઓફ સાયન્સની માનદ પદવી અપાશે.એમએસ યુનિવર્સિટીની ગુરૃવારે મળેલી સિન્ડિકેટ બેઠકમાં કેટલાક અગત્યના મુદ્દા પર ચર્ચા બાદ સર્વસંમતિથી નિર્ણયો લેવામાં આવ્યા છે. જેમાં યુનિ.માં વિવિધ ફેકલ્ટીમાં ફરજ બજાવતા હંગામી લેકચરરના પગારમાં વધારો કરવાની દરખાસ્ત સૌથી અગત્યની હતી. જે દરખાસ્તમાં ચર્ચાનાં અંતે સર્વસંમતિથી ૧૦ ટકા વધારો કરવાનો નિર્ણય લેવાયો હતો. તે ઉપરાંત ટેકનોલોજી ફેકલ્ટીના ૧૯૭૮-૭૯ની બેચના વિદ્યાર્થી કમલેશ એન. વ્યાસને કેન્દ્ર સરકાર દ્વારા ડિપાર્ટમેન્ટ ઓફ એટોમીક એનર્જીના સેક્રેટરી તેમજ એટોમીક એનર્જી કમિશનના ચેરમેન તરીકે નિયુક્ત કરાયા છે. જેને ધ્યાને રાખી તેમને ડોક્ટર ઓફ સાયન્સની માનદ પદવી આપવાનો નિર્ણય પણ લેવાયો છે.   જે ઉપરાંત જાન્યુઆરીના પ્રથમ સપ્તાહમાં અથવા તો ડિસેમ્બરના અંતમા સ્પે. સેનેટની બેઠક બોલાવવા માટેની દરખાસ્તને પણ સિન્ડિકેટ દ્વારા મંજુરી આપી દેવામાં આવી છે.

;