સ્જીેંના ૧૩૬ વર્ષ જૂના ડોમમાં છજીૈં દ્વારા કાણાં પડાતાં હોબાળો  - Sandesh
  • Home
  • Baroda
  • સ્જીેંના ૧૩૬ વર્ષ જૂના ડોમમાં છજીૈં દ્વારા કાણાં પડાતાં હોબાળો 

સ્જીેંના ૧૩૬ વર્ષ જૂના ડોમમાં છજીૈં દ્વારા કાણાં પડાતાં હોબાળો 

 | 3:53 am IST

સ્જીેં રજિસ્ટ્રાર દ્વારા છજીૈં સામે પોલીસ ફરિયાદ નોંધવા અરજી

કામ અટકાવી દેવા તેમજ રૃ. ૨.૩૧ કરોડ પરત કરવા છજીૈંને પત્ર લખ્યો

 

ા વડોદરા ા

એમએસ યુનિ. દ્વારા આર્ટસ ફેકલ્ટીના ગુંબજ સહિતની ઇમારતનું રીસ્ટોરેશનનંુ કામ રૃ. ૨.૩૧ કરોડમાં આર્િકયોલોજિકલ સરવે ઓફ ઇન્ડિયા (એએસઆઇ)ને આપ્યું હતું. જેમાં ૧૩૬ વર્ષ જૂની ઐતિહાસીક ઇમારતમાં એએસઆઇ દ્વારા કાણાં પાડી પાલક ઊભી કરાઈ હતી. જેને લઇ યુનિ. રજિસ્ટ્રાર દ્વારા એએસઆઇને કામ અટકાવવા તેમજ રકમ પરત કરવા પત્ર લખાયો છે. ઐતિહાસીક ગુંબજને નુકસાન કરનાર એએસઆઇના અધિકારીઓ સામે પોલીસ ફરિયાદ કરવા અરજી કરાઈ છે.

આર્ટસ ફેકલ્ટીના જગ વિખ્યાત ગુંબજના રીસ્ટોરેશનની કામગીરી પોણા ત્રણ વર્ષ પહેલા જગ વિખ્યાત એએસઆઇને સોંપાઈ હતી. જે સમયે ૨.૩૧ કરોડ ચૂકવી દેવાયા હતા. એએસઆઇએ રીસ્ટોરેશનની કામગીરી ગત મહિને શરૃ કરાઈ હતી. જેમાં પાલક બાંધવા ગુંબજમાં કાણાં પાડી દેવાયા હતા. જેની જાણ યુનિ. સત્તાધિશોને થતાં યુનિ. રજિસ્ટ્રારે એએસઆઇને પત્ર લખી કામગીરી તાત્કાલીક અટકાવી દેવા જાણ કરી રૃ. ૨.૩૧ કરોડ પરત માગ્યા છે. ઉપરાંત ગુંબજને થયેલું નુકશાન એએસઆઇ દ્વારા પોતાના ખર્ચે તજજ્ઞાો પાસે કામગીરી કરાવવા સુચન કરાયું છે. યુનિ. રજિસ્ટ્રારે સયાજીગંજ પોલીસ મથકમાં એએસઆઇના અધિકારી સામે ફરજમાં ગુનાહીત બેદરકારીની ફરિયાદ દાખલ કરવા અરજી કરી છે. જોકે, પોલીસ દ્વારા સમગ્ર ઘટનામાં પુરાવા મગાયા છે. જે બાદ ફરિયાદ દાખલ કરાશે. જે પુરાવા યુનિ. દ્વારા સોમવાર સુધીમાં રજૂ કરાશે.

ડબલ સ્ટેજનું સ્ટ્રક્ચર બનાવી કામગીરી કરાઇ હતી

૧૦ વર્ષ પહેલા એમએસ યુનિવર્સિટી દ્વારા ગુંબજની રીસ્ટોરેશન કામગીરી હાથ ધરાી હતી. તે સમયે એક પણ ખીલ્લી માર્યા વિના રીસ્ટોરેશન પૂર્ણ કરાયું હતું. તે સમયે ગુંબજ તેમજ ઇમારતની આસપાસ ડબલ સ્ટેજનું સ્ટ્રક્ચર બનાવી કામગીરી કરવામાં આવી હતી.

યુનિ.એ ગુંબજના ફોટા છજીૈંને મોકલ્યા

યુનિવર્સિટી એન્જિનિયર અને રજિસ્ટ્રાર દ્વારા આર્ટસ ફેકલ્ટી ખાતે સાઇટની મુલાકાત લેવાઈ હતી. જે દરમિયાન ગુંબજના તમામ એંગલથી ફોટો પાડયા હતા. જે ફોટા તાત્કાલીક એએસઆઇના વડોદરા વિભાગના અધિકારીઓને મોકલી આપવામાં આવ્યા હતા.

ઘટના અંગે દિલ્હી મુખ્ય કચેરીમાં જાણ કરાશે

યુનિ. રજિસ્ટ્રાર ઓઝાએ એએસઆઇ દ્વારા રીસ્ટોરેશન દરમિયાન ગુંબજને થયેલા નુકશાન તેમજ કામગીરી શરૃ કરવામાં થયેલા વિલંબને લઇને દિલ્હીની એએસઆઇની વડી કચેરી ખાતે ફરિયાદ કરવાના ચક્રો પણ ગતિમાન કર્યાં છે.

 

તજ્જ્ઞાો પાસે રિસ્ટોરેશન કરાવવા માટે રજૂઆત કરાઇ

ઇન્ડિયન નેશનલ ટ્રસ્ટ ફોર આર્ટ એન્ડ કલ્ચરલ હેરીટેજના વડોદરા ચેપ્ટરના કન્વીન્યર અને આર્કિટેક્ટ સંજીવ જોષીએ જણાવ્યું હતું કે, ઐતિહાસીક ડોમમાં પાડેલા કાણાં બાબતે ફોટા સાથે માહિતી મળી હતી. જેની મુલાકાત લઇ ચકાસણી કર્યા બાદ કામમાં બેદરકારી જોવા મળી હતી. જે બાબતે એએસઆઇના વડોદરાના ગુજરાત હેડક્વાર્ટર ખાતે અધિકારીને પત્ર લખી તજજ્ઞાો પાસે રીસ્ટોરેશન કરાવવા રજૂઆત કરી છે.

ઘટનાની રજિસ્ટ્રારને જાણ કરી હતી

એએસઆઇ દ્વારા કામગીરી શરૃ કરાઈ હતી. પરંતુ તેમની કામ કરવાની રીતની જાણકારી ન હોવાથી તેમને કોઇ માર્ગદર્શન અપાયું ન હતું. પરંતુ થોડાક દિવસ પહેલા જ વિદ્યાર્થીઓ દ્વારા જાણ કરાઈ હતી કે, ડોમમાં કાણાં પડાયા છે. જેની ચકાસણી કરી યુનિ. રજિસ્ટ્રારને જાણ કરી હતી. – પ્રો. કે. ક્રિષ્ણનન, ડીન આર્ટસ ફેકલ્ટી અને આર્ક્યોલોજી વિભાગના હેડ

છજીૈંએ અનેક દેશોમાં રિસ્ટોરેશન કર્યું છે

એએસઆઇ તેની હિસ્ટોરીકલ રીસ્ટોરેશનની કામગીરી માટે વિશ્વમાં નામના મેળવી ચૂક્યું છે. અફઘાનિસ્તાનમાં ખંડિત થયેલી ભગવાન બુદ્ધની પ્રતિમાના રીસ્ટોરેશનની કામગીરી એસએસઆઇએ કરી હતી. ભૂજમાં પણ ભૂકંપ બાદ  જમીનદોસ્ત થયેલા હિસ્ટોરીકલ સ્ટ્રક્ચર પણ એએસઆઇ દ્વારા જ રીસ્ટોર કરાયા હતા.

;