સ્ટેચ્યુ ઓફ્ યુનિટી સહિતનાં જોવાલાયક સ્થળોની મુલાકાત લેતા યુએસએનાં રાજદૂત   - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Newspaper
  • સ્ટેચ્યુ ઓફ્ યુનિટી સહિતનાં જોવાલાયક સ્થળોની મુલાકાત લેતા યુએસએનાં રાજદૂત  

સ્ટેચ્યુ ઓફ્ યુનિટી સહિતનાં જોવાલાયક સ્થળોની મુલાકાત લેતા યુએસએનાં રાજદૂત  

 | 3:04 am IST

 

ડેવિડ જે.રેન્ઝે જણાવ્યું કે, આ અદ્દભૂત યાત્રાને હું કદી નહીં ભૂલું!

સ્મૃતિ ચીહન રૂપે ડેવિડ જે.રેન્ઝને સ્ટેચ્યૂ ઓફ યુનિટીની પ્રતિકૃતિ અને કોફ્ી ટેબલ બુક અર્પણ

ા કેવડિયાકોલોની, વડીયા ા

સ્ટેચ્યુ ઓફ્ યુનિટી, વેલી ઓફ્ ફ્લાવર્સ,નર્મદા ડેમ, કેક્ટસ ગાર્ડન, એકતા નર્સરીની મુલાકાતથી ભારતમાં મુંબઇ ખાતેના ેંજીછના રાજદૂત ડેવિડ.જે.રેન્ઝ અત્યંત પ્રભાવિત થયા હતા. તેઓએ ધન્યતાનો ભાવ વ્યક્ત કર્યો હતો.

ત્યારબાદ ડેવિડ રેન્ઝે ૪૫ માળની ઉંચાઇએ સ્ટેચ્યુ ઓફ્ યુનિટીની વ્યુઈંગ ગેલેરીએ પહોંચી પ્રતિમાના હૃદયસ્થાનેથી અદભૂત નજારો માણી વિધ્યાંચલ-સાતપુડા ગિરીમાળાનું પ્રાકૃતિક સૌંદર્ય નિહાળ્યું હતું.

તેઓએ સરદાર વલ્લભભાઈ પટેલના જીવન ચરિત્ર વિશેની ફ્લ્મિ નિહાળવા ઉપરાંત ફ્લ્મિ મ્યુઝિયમમાં પ્રદર્શિત કરાયેલુ તસવીરી પ્રદર્શન પણ તેમણે નિહાળ્યું હતું. આ પ્રસંગે નાયબ કલેક્ટર નિલેશ દુબેએ એસઓયુ એડીએટીજીએ તરફ્થી સ્મૃતિ ચિન્હ રૂપે ડેવિડ જે.રેન્ઝને સ્ટેચ્યુ ઓફ્ યુનિટીની પ્રતિકૃતિ અને કોફ્ી ટેબલ બુક અર્પણ કરી હતી.

ત્યારબાદ તેઓ વેલી ઓફ્ ફ્લાવર્સનો સુંદર નજારો નિહાળી પ્રફ્ુલ્લિત થયા હતાં. આ ઉપરાંત નર્મદા ડેમની લીધેલી મુલાકાત દરમિયાન સરદાર સરોવર નર્મદા નિગમના કાર્યપાલક ઇજનેર એ.વી.ગજજરે સ્થળ પર તકનિકી જરૂરી જાણકારી સાથેની વિગતોથી તેઓને માહિતગાર કર્યા હતાં. ત્યારબાદ ડેવિડ જે.રેન્ઝે કેક્ટસ ગાર્ડન ઉપરાંત એકતા નર્સરીની મુલાકાતમાં બામ્બુ ક્રાફ્ટ,ઓર્ગેનિક કુંડા, હાઈડ્રોપોનિક હેન્ડીક્રાફ્ટ, ટ્રાયબલ હટમા પ્રદર્શિત કરાયેલી ચીજ વસ્તુઓ અને સાધન સામગ્રીની પણ માહિતી મેળવી હતી.

યુએસએ રાજદુતે પોતાના પ્રતિભાવમાં જણાવ્યું હતું કે,વિવિધતાઓથી ભરેલા ભારત રાષ્ટ્રને અખંડિત બનાવવાની દીર્ઘદ્રષ્ટિ ધરાવનાર એક મહાન નેતા અને વ્યક્તિને આ સાચી અને અસાધારણ શ્રાદ્ધાંજલિ છે. ડેવિડ જે.રેન્ઝે વધુમાં જણાવ્યું હતું કે, તેઓ એ પણ માને છે કે, આ જગ્યા સાચા અર્થમાં સ્થાનિક આદિવાસી સમુદાયને આર્થિક રીતે પગભર બનાવવા માટે ઉત્તમ અવસર પ્રદાન કરે છે.આ અદ્દભુત યાત્રાને હું કદી નહીં ભૂલું!

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન

;