સ્ટેન્ડ અપ ફેર યોરસેલ્ફ્' શક્ય છે ખરું? - Sandesh
1.6M
1M
1.7M
APPS

સ્ટેન્ડ અપ ફેર યોરસેલ્ફ્’ શક્ય છે ખરું?

 | 12:30 am IST
  • Share

એક સવાલ આપણે આપણા સ્વને પૂછીએ કે આપણા માટે આપણે મજબૂત બનીને ઊભા રહીએ છીએ ખરાં? જે ગમે તે કરવું, ફ્િઝિકલ, મેન્ટલ હેલ્થ માટે સમય કાઢવો, મગજમાં અને દિલમાં ન ઊતરે એવી વાત સામે દલીલ કરવી કે પોતાનું હિત વિચારી ખરાબ લાગવાની ચિંતા વિના બીજાને ના પાડવી. આ બધાં સ્ટેન્ડ પોતાના માટે છે. ઘણી વખત આપણે સ્પષ્ટ અને ટ્રાન્સપરન્ટ રહેવું હોય છતાં એ માટેની હિંમત દાખવી શકતાં નથી. જીવનમાં એક વાત ગાંઠ બાંધવા જેવી છે કે જે પોતાનું સ્ટેન્ડ લઇ શકે છે તે જ બીજાને સપોર્ટ આપી શકે છે કે રસ્તો બતાવી શકે છે. જે સ્વને વફદાર નથી રહી શકતાં તે બીજાને કઈ રીતે રહી શકે? અને આપણને પણ કોઇ ત્યારે જ સપોર્ટ કરે કે જ્યારે આપણે ખુદને સપોર્ટ કરીએ.

કદાચ તમને એમ થતું હશે કે દરેક વ્યક્તિ પોતાના માટે જ જીવતી હોય છે અને સમય આવ્યે લડતી પણ હોય જ છે. એમાં નવું શું છે? યસ, અમારો ‘સ્ટેન્ડ અપ ફેર યોરસેલ્ફ્’નો મતલબ કંઇક આવો છે. પહેલાં તો વ્યક્તિએ પોતાના વ્યક્તિત્વના સત્યને સ્વીકારીને એની સાથે જોડાવું પડશે. જેમ કે, પોતાના સ્વભાવ, બેકગ્રાઉન્ડ, એજ્યુકેશન કે સેલેરી વગેરે બાબતે જૂઠ બોલવું ખૂબ સહેલું છે. જૂઠું બોલીને તમે લોકોને ગમે એવું એક આવરણ રચી શકો છો, પરંતુ જૂઠની નબળાઈ એ છે કે એ ગમે ત્યારે સપાટી પર આવી જાય છે અને જૂઠ સપાટી પર ન આવે એ માટે બીજાં દસ જૂઠ બોલવાં પડે. જૂઠ બિનજરૃરી દલીલોમાં ખેંચી શકે. ડર અને બચાવની સ્થિતિમાં રાખે એટલું જ નહીં, ઘણી વાર એ જૂઠ શરમજનક સ્થિતિમાં મૂકી શકે જેથી આત્મવિશ્વાસ અને લોકોનો ભરોસો તૂટી શકે. અંગત અને પ્રોફ્ેશનલ સંબંધોમાં સત્ય સાથે મૂળિયાં જેટલાં જોડાયેલાં રહેશો એટલો આત્મવિશ્વાસ અને ટ્રાન્સપરન્સી બંને વધશે.

બીજી વાત છે પોતાની ભૂલની જવાબદારી લેવી. અગર ભૂલ થઇ છે તો સ્વીકારો. એના માટે બહાનાં નહીં કાઢો અને દોષનો ટોપલો બીજાને માથે નહીં નાખો. ભૂલ એ નિષ્ફ્ળતા નથી, શીખવાની સીડી છે એ વાત સમજો. એ જ રીતે કોઇ ખોટી રીતે પોતાની ભૂલ માટે તમને જવાબદાર ઠેરવે તો ચૂપ ન રહો, એને નકારો. એક વાર ચૂપ રહેશો તો સામી વ્યક્તિને બીજી વાર તમારી ભલમનસાઈનો દુરુપયોગ કરવાની આદત પડશે. તમે ભૂલ સ્વીકારવા જેટલા પ્રામાણિક છો, પરંતુ બીજાની ભૂલનું ફ્ળ સહેવા માટે તત્પર એવા મૂરખા પણ નથી. વ્યક્તિત્વના મજબૂત ઘડતર અને પ્રભાવી ઇમ્પ્રેશન માટે આ કદમ પણ આવશ્યક છે. ત્રીજી વાત છે તમારી જાત પરની શ્રદ્ધા ક્યારેય ખતમ ન કરો. તમારી શક્તિ પર અવિશ્વાસ ન કરો. ભલે તમે ચાર વાર પ્રેમમાં નિષ્ફ્ળ જાઓ. કામમાં તમને સફ્ળતા નથી મળતી. તમે જીવનમાં ખૂબ મહેનત કરો છો છતાં સર્વત્ર પછડાટ મળે છે. છતાં આજે નહીં તો કાલે મને સફ્ળતા મળશે એવો વિશ્વાસ આ જગતમાં જીવવા માટે અને ટકી રહેવા માટે જરૃરી છે. જે દિવસે ખુદ પ્રત્યે શંકા જાગશે એ દિવસે તમારું આત્મસન્માન તાર-તાર થઇ જશે. તમારું અસ્તિત્વ તમને નિરર્થક લાગશે અને આ ફ્ીલિંગ્ઝ ખૂબ ખતરનાક છે. એ ઉધઇની જેમ અંદરથી ફેલી નાખે છે. લાખો નિષ્ફ્ળતા પછી પણ સફ્ળતા પ્રાપ્ત કરી શકીશ એવો આત્મવિશ્વાસ ખુદને સપોર્ટ કરનાર સ્તંભ છે.

છતાં બની શકે કે કોક ક્ષેત્રમાં કરેલી તનતોડ મહેનત પરિણામ ન આપે. તમારી આજુબાજુના લોકોને તમારા કામથી સંતોષ ન થાય. ઓકે, નો પ્રોબ્લેમ, તમારે દુઃખી થવાની જરૃર નથી. ઊંડા શ્વાસ લઇને મનને શાંત કરો. બીજાને સંતોષ આપવા માટે તમે તમારી જાત પર જુલમ ન કરો અને હતાશ પણ ન થાઓ. ટીકાને એક કાનેથી સાંભળીને બીજા કાનેથી કાઢી નાખો. દરેકને ખુશ કરવાની જવાબદારી તમારી નથી.

સાઇકોલોજી કહે છે કે તમારું મૂલ્ય અને તમારી યોગ્યતાને જાણો. એને દુનિયાની સમકક્ષ જ સમજો. તમારું મૂલ્ય અમૂલ્ય છે, કારણ કે તે માપી શકાતું નથી. દુનિયાના મર્મને જાણવા માટે ખુદનું મૂલ્ય સ્વીકારવું પડે. તમારું મૂલ્ય તમને ખબર હશે તો કોઇ તમારી સમક્ષ આંગળી નહીં ચીંધી શકે. કોઇ તમને ખરાબ રીતે ટ્રીટ કરે તો એને ચલાવો નહીં. આમ કરવું એ તમારું અપમાન કરે.

જાતને સલામત અને સ્વસ્થ રાખવા માટે ના પાડવાની કળા પણ મહત્ત્વની છે. તમારા સિનિયર્સ કે સ્વજનો તમારા માટે વાસ્તવિક ન હોય એવો ટાસ્ક આપે તો પ્રેમથી ના પાડો. તમારા સમય અને શક્તિની બચત થશે અને નિષ્ફ્ળતાના ડાઘથી બચશો. હા, વિનાકારણે ના પાડવી એ બાબત પણ તમારી પર્સનાલિટીમાં પંક્ચર પાડી શકે. સો…ના પાડવા માટે રિઝનેબલ કારણ શોધો. સારી વ્યક્તિનો સિદ્ધાંત હોય છે કે અગર તમે તમારા જુનિયર પાસે સપોર્ટની અપેક્ષા રાખો છો તો તમારે તમારા સિનિયરને સપોર્ટ કરવો પડશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન