સ્થાનિકોના ભારે વિરોધ બાદ મેંગલોર એરપોર્ટ પરથી અદાણીનું બોર્ડ હટાવાયું - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Ahmedabad
  • સ્થાનિકોના ભારે વિરોધ બાદ મેંગલોર એરપોર્ટ પરથી અદાણીનું બોર્ડ હટાવાયું

સ્થાનિકોના ભારે વિરોધ બાદ મેંગલોર એરપોર્ટ પરથી અદાણીનું બોર્ડ હટાવાયું

 | 5:20 am IST
  • Share

સ્થાનિક સામાજિક કાર્યકર્તાઓના મહિનાઓ સુધી ચાલેલા ભારે વિરોધ બાદ મેંગલોર આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી આખરે અદાણી એરપોર્ટના બોર્ડને હટાવી લેવામાં આવ્યું છે. આ અંગે સામાજિક કાર્યકર્તા દિલરાજ અલ્વાએે પત્રકારોને જણાવ્યું હતું કે અદાણી ગ્રૂપ દ્વારા એરપોર્ટનું સંચાલન તેમના હાથમાં લીધાની સાથે એરપોર્ટનું નામ બદલીને અદાણી એરપોર્ટ કરી દેવામાં આવ્યું હતું જેનો ભારે વિરોધ થતાં અદાણી ગ્રૂપ દ્વારા પહેલા જે નામનું બોર્ડ હતું તેને ફરી લગાવી દેવામાં આવ્યું હતંુ. આ મુદ્દાને એરપોર્ટ અધિકારીઓ સમક્ષ પણ ઉઠાવવામાં આવ્યો હતો. એક ઇ્ૈંમાં મળેલા જવાબ મુજબ અદાણી ગ્રૂપ દ્વારા એરપોર્ટના સંચાલન અને જાળવણી માટે જે સમજૂતી કરવામાં આવી છે તે અનુસાર કોઇ જગ્યાએ એરપોર્ટનું નામ બદલવાની જોગવાઇ નથી. આ અંગે ચાલુ વર્ષે માર્ચ મહિનામાં એક લીગલ નોટિસ મોકલીને આ અંગે ઇન્ડિયન એરપોર્ટ ઓથોરિટી અને સ્ૈંછના ડિરેકટરને આ અંગે સવાલ કરવામાં આવ્યો હતો.

ઉલ્લેખનીય છે કે આ પહેલા અમદાવાદ એરપોર્ટ અને મુંબઇ એરપોર્ટમાં પણ કંપની દ્વારા બોર્ડ લગાવવામાં આવતા વિરોધ થયો હતો અને બાદમાં કંપનીના પ્રવક્તા દ્વારા આ અંગે ખુલાસો પણ કરવામાં આવ્યો હતો. અદાણી ગ્રૂપ એરપોર્ટ બિઝનેસમાં બહુ ઝડપભેર આગળ વધી રહ્યું છે. અમદાવાદ અને મુંબઇ એરપોર્ટ સહિત તેમની પાસે મેંગલોર, લખનઉ, ગુવાહાટી, જયપુર અને તિરુવનંતપુરમના એરપોર્ટનો પણ કોન્ટ્રાક્ટ છે. કંપની દ્વારા આગામી ૫૦ વર્ષ સુધી આ એરપોર્ટનું સંચાલન કરવામાં આવશે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન