સ્થાનિક ચાંદીમાં રૂ.૬૦૦નો કડાકો, રૂપિયામાં રિકવરી - Sandesh
  • Home
  • Business
  • સ્થાનિક ચાંદીમાં રૂ.૬૦૦નો કડાકો, રૂપિયામાં રિકવરી

સ્થાનિક ચાંદીમાં રૂ.૬૦૦નો કડાકો, રૂપિયામાં રિકવરી

 | 3:33 am IST

અમદાવાદ તા.ર૧ 

સ્થાનિક બુલિયન માર્કેટમાં સ્ટોકિસ્ટ અને રિટલરો દ્વારા માગ ઘટતા અને વૈશ્વિક નબળા સંકેતએ ઘરઆંગણે સોનું રૂ.૩૦૯૦૦ પ્રતિ ૧૦ ગ્રામએ સ્થિર હતું. ઈન્ડસ્ટ્રીઝ દ્વારા ચાંદીની લેવાલી ઘટતાં ચાંદી રૂ.૬૦૦ના કડાકામાં રૂ.૪પર૦૦ પ્રતિ કિલો રહી હતી. મુંબઈ ખાતે સોનું રૂ.૩પ ઘટી રૂ.૩૦,૭૩૦ અને ચાંદી રૂ.૪ર૦ની પીછહઠ રૂ.૪૬પ૮૦ થઈ હતી. યુરોપિન સેન્ટ્રલ બેંકની બેઠકમાં વ્યાજદર યથાવત્ રાખતાં યુરોપિન શેરમાુ ઘટાડોની અસરે વૈશ્વિક સ્તરે સોનું ત્રણ સપ્તાહને તળિયે યથાવત્ હતું. અત્યારે વૈશ્વિક સોનું ૬ ડોલરની ખરાબીમાં ૧૩૧ર.૮૦ ડોલર પ્રતિ ઔંશ ક્વોટ થયુ હતું. વૈશ્વિક ચાંદી ૦.૧ ટકા ઘટી ૧૯.૩૬ ડોલર પ્રતિ ઔંશ બોલાતી હતી. જ્યારે પ્લેટિનમ બુધવારે બે સપ્તાહને તળિયે હતી ત્યાથી ઉચકાઈ ૧૦૮પ ડોલર બોલાતુ હતુ. તો પેલેડિયમ નવ માસની ઊંચી સપાટીની નજીક ૬૬૯.૭પ ડોલર પ્રતિ થઈ હતી.  

એશિયન કરન્સી માર્કેટ વધતાં ડોલર સામે રૂપિયો ત્રણ પૈસાની મજબૂતીમાં ૬૭.૧૩ બંધ હતો. ફોરેક્સ માર્કેટમાં ગઈકાલે ડોલર સામે રૂપિયો ૬૭.રરએ ખૂલી સેશન દરમિયાન ૬૭.ર૭ની બોટમ અને ૬૭.૧૭ની ટોચ બનાવી અંતે ત્રણ પૈસાની મજબૂતીમાં ૬૭.૧૩ હતો. યુરોપિયન બેંકએ વ્યાજદર યથાવત્ રાખતા ગઈકાલે એશિયન કરન્સી મજબૂત રહી હતી.