સ્પેનને 2-1થી હરાવી ફ્રાન્સ નેશન્સ લીગ ફૂટબોલ કપમાં ચેમ્પિયન - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Sports
  • Football
  • સ્પેનને 2-1થી હરાવી ફ્રાન્સ નેશન્સ લીગ ફૂટબોલ કપમાં ચેમ્પિયન

સ્પેનને 2-1થી હરાવી ફ્રાન્સ નેશન્સ લીગ ફૂટબોલ કપમાં ચેમ્પિયન

 | 5:46 am IST
  • Share

મબાપેનો મેચવિનિંગ ગોલ, ત્રીજા સ્થાન માટેની મેચમાં ઇટાલીએ બેલ્જિયમને હરાવ્યું

બેન્ઝેમાએ પાંચ વર્ષ બાદ ફ્રાન્સની નેશનલ ટીમમાં પુનરાગમન કર્યું

કાઇલિન મબાપેના નિર્ણાયક ગોલની મદદથી ફ્રાન્સે ફાઇનલમાં પોતાના પરંપરાગત હરીફ સ્પેનને 2-1થી હરાવીને નેશન્સ લીગ ફૂટબોલ ટૂર્નામેન્ટનું ટાઇટલ જીતી લીધું હતું. ફાઇનલ પૂરી થવામાં માત્ર 10 મિનિટનો સમય બાકી હતો ત્યારે મબાપેએ ગોલ નોંધાવ્યો હતો. ફ્રાન્સે વધુ એક વખત પાછળ રહ્યા બાદ વળતો પ્રહાર કરીને વિજય હાંસલ કર્યો હતો. ફ્રાન્સે સેમિફાઇનલમાં પણ બેલ્જિયમ સામે શરૂઆતમાં પાછળ રહ્યા બાદ મુકાબલો જીત્યો હતો.

ફાઇનલનો પ્રથમ હાફ ગોલવિહોણો રહ્યો હતો. બીજા હાફની બંને ટીમે આક્રમક શરૂઆત કરી હતી પરંતુ 64મી મિનિટે મિકેલ ઓયારજાબેલે ગોલ કરીને સ્પેનને 1-0થી આગળ કરી દીધું હતું. જોકે આ લીડ માત્ર બે મિનિટ રહી હતી. કરીમ બેન્ઝેમાએ શાનદાર ફિલ્ડ ગોલ કરીને ફ્રાન્સ માટે સ્કોર 1-1થી સરભર કર્યો હતો. બેન્ઝેમાએ પાંચ વર્ષ બાદ ફ્રાન્સની નેશનલ ટીમમાં પુનરાગમન કર્યું હતું. યુરોપિયન ચેમ્પિયન ઇટાલીએ ત્રીજા સ્થાન માટેની મેચમાં બેલ્જિયમને 2-1થી હરાવ્યું હતું.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો