સ્પેનિશ ફૂટબોલ લીગ: બાર્સિલોનાએ વિલારીયાલને 3-1થી પરાજિત કર્યું - Sandesh
  • Home
  • Sports
  • Football
  • સ્પેનિશ ફૂટબોલ લીગ: બાર્સિલોનાએ વિલારીયાલને 3-1થી પરાજિત કર્યું

સ્પેનિશ ફૂટબોલ લીગ: બાર્સિલોનાએ વિલારીયાલને 3-1થી પરાજિત કર્યું

 | 4:22 am IST
  • Share

 મેમ્ફિસ ડેપોયના ગોલની મદદથી બાર્સિલોનાએ સ્પેનિશ ફૂટબોલ લીગમાં શનિવારે અંહી વિલારીયાલને 31થી હરાવીને જીતનો ઇંતેજાર ખતમ કર્યો હતો. વિલારીયાલની ટીમે સ્કોર બરાબર કરી લીધો હતો, પરંતુ તે પછી નેધરલેન્ડના સ્ટ્રાઇકર ડેપોયે ગોલ ફટકારીને લા લીગામાં પોતાની ટીમના વિજયના સૌથી લાંબા ઇંતેજારને ખતમ કર્યો હતો. બાર્સિલોના તરફથી ફ્રિેન્કી ડિ જોંગે 48મી મિનિટે ડેપોયે 88મી મિનિટે અને ફિલિપ કોટિન્હોએ 94મી મિનિટે ગોલ કર્યા હતાં, જ્યારે વિલારીયાલ તરફથી એકમાત્ર ગોલ સૈમ્યુઅલ ચુકવુએઝે 76મી મિનિટે કર્યો હતો. જો કે આ જીત છતાં પણ બાર્સિલોનાની ટીમ સાતમા સ્થાન ઉપર છે, જો કે ટોચ ઉપર ચાલી રહેલી રિ?ાલ મેડ્રિટની વચ્ચેનું અંતર હવે સાત પોઇન્ટનું જ રહી ગયું છે. વિલારીયાલની ટીમ 12મા ક્રમ પર ચાલી રહી છે. અન્ય મેચોમાં રેયો વાલેકાનોએ વેલેંસિયાને 11થી ડ્રો કર્યું હતું. જ્યારે ઇયાગો અસ્પાસ અને સેંતી મીનાની ગોલની મદદથી સેન્ટા વિગોએ અલાવેસને 21થી પરાજિત કર્યું હતું. બરફવર્ષા અને ખરાબ હવામાનના કારણે સેન્ટા વિગો અને અલાવેસ વચ્ચેની મેચ પીળા બોલ સાથે રમાડવામાં આવી હતી. માલોર્કા અને ગેટાફે વચ્ચેની મેચ 00થી ડ્રો રહી હતી

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો