સ્પેસ ટૂરિઝમને વેગ આપવા આજે SpaceX નું મિશન ઇન્સ્પાઇરેશન૪ લોંચ થશે  - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Ahmedabad
  • સ્પેસ ટૂરિઝમને વેગ આપવા આજે SpaceX નું મિશન ઇન્સ્પાઇરેશન૪ લોંચ થશે 

સ્પેસ ટૂરિઝમને વેગ આપવા આજે SpaceX નું મિશન ઇન્સ્પાઇરેશન૪ લોંચ થશે 

 | 2:00 am IST
  • Share

બે મહિના અગાઉ શરૃ થયેલા અંતરિક્ષના પ્રવાસના સિલસિલામાં એક નવું પ્રકરણ ઉમેરાવા જઇ રહ્યું છે. એલન મસ્કની SpaceX બુધવારે ચાર લોકોની સાથે પોતાના રોકેટને અંતરિક્ષ યાત્રા માટે મોકલી રહી છે તે સાથે આ મહત્ત્વાકાંક્ષી યોજનાની કસોટી થશે. આ પહેલાના બે સ્પેસ પ્રવાસોની તુલનાએ આ યાત્રા ઘણી રીતે ખાસ અને અલગ રહેશે. આ સફરનેઔઈન્સ્પાઇરેશન૪ મિશન એવું નામ આપવામાં આવ્યું છે. આ ઓલ સિવિલિયન મિશનમાં બે મહિલા અને બે પુરુષો અંતરિક્ષયાત્રા કરશે. સ્પેસ એક્સનું ફરીથી ઉપયોગ કરી શકાય તેવું ફાલ્કન-૯ રોકેટ ભારતીય સમય પ્રમાણે બુધવારે સવારે ફ્લોરિડાના કેપ કેનવેરલથી લોંચ થશે. હવામાનને ધ્યાનમાં રાખીને લોંચિંગ માટે પાંચ કલાકનો વધારાનો સમય રાખવામાં આવ્યો છે. લોંચિંગના થોડા સમય બાદ પ્રવાસીઓના ક્રૂ વ્હિકલ્સને અલગ કરી દેશે. આ વ્હિકલને રેઝિલિયન્સ નામ આપવામાં આવ્યું છે. ત્રણ દિવસના પ્રવાસ બાદ રેઝિલિયન્સ એટલાન્ટિકમાં ઊતરાણ કરશે.

આ મિશનને સંપૂર્ણ રીતે જમીન પરથી ઓપરેટ કરાશે. આ યાત્રામાં કોઇ પ્રશિક્ષિત અંતરિક્ષયાત્રી નથી.  આ યાત્રાના પ્રથમ પ્રવાસી ૩૮ વર્ષનો જેટ પાઇલટ જેરેડ ઇસાકમેન આ મિશનનો કમાન્ડર છે. અમેરિકાની ઇ-કોમર્સ ફર્મ શિફ્ટ૪ પેમેન્ટના માલિક ઇસાકમેને બાળકોમાં કેન્સર પ્રત્યે જાગરૃકતા લાવવા અને સેંટ જ્યૂડ ચિલ્ડ્રન રિસર્ચ હોસ્પિટલના સહયોગ માટે આ મિશનની કલ્પના કરી હતી.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો