સ્માર્ટ સિટીમાં સૌથી વધુ ખર્ચ રિયલ એસ્ટેટમાં થશે - Sandesh
  • Home
  • Business
  • સ્માર્ટ સિટીમાં સૌથી વધુ ખર્ચ રિયલ એસ્ટેટમાં થશે

સ્માર્ટ સિટીમાં સૌથી વધુ ખર્ચ રિયલ એસ્ટેટમાં થશે

 | 3:33 am IST

મુંબઈ, તા. ૨૧  

કેન્દ્ર સરકારના સ્માર્ટ સિટી મિશન પાછળ જે કુલ ખર્ચ થશે એમાંથી મોટાભાગનો હિસ્સો રિયલ એસ્ટેટ સેગમેન્ટ પાછળ થશે. ટેકનોલોજી પાછળ ઓછો ખર્ચ થશે. કેન્દ્ર સરકારે સ્માર્ટ સિટી મિશન માટે ૫૦,૦૦૦ કરોડ રૂપિયાની ફાળવણી કરી છે. બાકીનો ખર્ચ રાજ્ય સરકારો, મ્યુનિસિપલ કોર્પોરેશન્સ અને પ્રાઈવેટ સેકટર કરશે.  

રિયલ એસ્ટેટ કન્સલ્ટન્સી કંપની આરઆઈસીએસ દ્વારા તૈયાર કરવામાં આવેલા રિપોર્ટ મુજબ સ્માર્ટ સિટી મિશન પાછળના કુલ ખર્ચમાંથી ૮૯ ટકા જેટલો ખર્ચ રિયલ એસ્ટેટ પાછળ તેમ જ અર્બન ડેવલપમેન્ટ, હાઉસીંગ, બિલ્ડીંગ્સ અને વોટર ફ્રન્ટ ડેવલપમેન્ટ પાછળ થશે. માત્ર સાત ટકા ભંડોળની ફાળવણી જ ટેકનોલોજી ઇન્ફ્રાસ્ટ્રકચર માટે કરવામાં આવી છે. પબ્લિક ર્સિવસીસ માટે ફક્ત ૪ ટકા રકમની ફાળવણી કરવામાં આવી છે.  

પ્રથમ ૨૦ શહેરો માટે ૭૪ ટકા રોકાણ એરિયા બેઝડ ડેવલપમેન્ટ માટે કરવામાં આવશે. ૬૬ ટકા જેટલું રોકાણ જે તે શહેરમાં કોમ્પેક્ટ એરિયા માટે કરવામાં આવશે. સિટી વાઈડ ડેવલપમેન્ટ માટે ૨૫ ટકા રોકાણનો પ્લાન છે.  

કોમ્પેક્ટ એરિયા ડેવલપમેન્ટસમાં ટ્રાન્સપોર્ટ, એનર્જી, વોટર / વેસ્ટ વોટર મેનેજમેન્ટ પાછળ વધુ રોકાણ કરવામાં આવશે. કોમ્પેક્ટ એરિયા બેઝડ ડેવલપમેન્ટમાં આ સેકટર્સનો હિસ્સો ૯૫ ટકા જેટલો હશે.