સ્લો ઓવર રેટ માટે સંજૂ સેમસનને ૧૨ લાખ રૂપિયાનો જંગી દંડ થયો - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Sports
  • સ્લો ઓવર રેટ માટે સંજૂ સેમસનને ૧૨ લાખ રૂપિયાનો જંગી દંડ થયો

સ્લો ઓવર રેટ માટે સંજૂ સેમસનને ૧૨ લાખ રૂપિયાનો જંગી દંડ થયો

 | 1:03 am IST
  • Share

 આઇપીએલમાં મંગળવાર રાત્રે છેલ્લા બોલ સુધી રોમાંચક મેચમાં રાજસ્થાન રોયલ્સે પંજાબ કિંગ્સને બે રનથી પરાજય આપ્યો હતો. આ મેચમાં રાજસ્થાનની ટીમે વિજય મેળવ્યો હોવા છતાં તેના સુકાની સંજૂ સેમસનને સ્લો ઓવર રેટ માટે ૧૨ લાખ રૃપિયાની જંગી રકમનો દંડ ફટકારવામાં આવ્યો છે. આઇપીએલના નિયમ મુજબ પ્રત્યેક ટીમે ૯૦ મિનિટમાં ૨૦ ઓવર નાખવાની હોય છે. રાજસ્થાનની પ્રથમ ભૂલ હોવાના કારણે તેના સુકાનીને માત્ર ૧૨ લાખ રૃપિયાનો દંડ કરાયો છે. હવે જો રાજસ્થાનની ટીમ સ્લો ઓવર રેટમાં સપડાશે તો તેના સુકાની સેમસનને એક મેચનો પ્રતિબંધનો તથા ૨૪ લાખ રૃપિયાના દંડનો સામનો કરવો પડશે. બીજા ગુનામાં ટીમના પ્રત્યેક ખેલાડીને છ-છ લાખ રૃપિયા અથવા ૨૫ ટકા મેચ ફીમાંથી જે પણ ઓછું હશે તે કાપી લેવામાં આવશે.

આઇપીએલ લીગ અલગ ફોર્મેટમાં રમાય છે. બે સ્ટ્રેટેજિક ટાઇમ આઉટ હોય જે અઢી મિનિટનો હોય છે. બોલિંગ ટીમે ૧૪.૧૧નો ઓવરરેટ જાળવી રાખવાનો હોય છે જેના કારણે દોઢ કલાકના નિર્ધારિત સમયમાં ૨૦ ઓવરનો ક્વોટા પૂરો થતો હોય છે. વરસાદ અને બીજી પરિસ્થિતિમાં રમતમાં જો વિલંબ થાય તો ઓવર રેટ મીટરને તાત્કાલિક સ્ટોપ કરવામાં આવે છે. આઇસીસીની ફોર્મેટમાં બોલિંગ ટીમે એક કલાક ૨૫ મિનિટમાં ૨૦ ઓવર પૂરી કરવાની હોય છે.

 

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો