સ્વચ્છતા અંગે લોકોમાં જાગૃતિ લાવવા પ્રયાસસ્વચ્છતા અંગેના શપથ ગ્રહણ કરાયા - Sandesh
  • Home
  • Baroda
  • સ્વચ્છતા અંગે લોકોમાં જાગૃતિ લાવવા પ્રયાસસ્વચ્છતા અંગેના શપથ ગ્રહણ કરાયા

સ્વચ્છતા અંગે લોકોમાં જાગૃતિ લાવવા પ્રયાસસ્વચ્છતા અંગેના શપથ ગ્રહણ કરાયા

 | 3:53 am IST

અંકલેશ્વરમાં સ્વચ્છતા રથનો પ્રારંભ ઃ બે તબક્કામાં ફરશે

ા અંકલેશ્વર ા

અંકલેશ્વર નગર પાલિકા દ્વારા સ્વચ્છતા સર્વેક્ષણ અંતર્ગત આજરોજ શહેરમાં સ્વચ્છતા રથનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. પાલિકાનાં વોર્ડ નંબર ૧ થી ૯ માં સ્વચ્છતાના પ્રચાર – પ્રસાર અર્થે રથને શહેરમાં ફેરવીને લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કરવામાં આવશે.

અંકલેશ્વર નગર પાલિકા વિસ્તારમાં આજરોજ બે તબક્કામાં સ્વચ્છતા રથ શહેરમાં ફરશે. સવારનાં સમયે પાલિકા પ્રમુખની ઉપસ્થિતિમાં શરૃ થયેલા રથનો જલારામ સ્કૂલ ખાતેથી પ્રારંભ કરવામાં આવ્યો હતો. રથનું પ્રસ્થાન થયા બાદ પાલિકા કચેરીએથી ભરૃચી નાકા થઇને જલારામ નગર સ્કૂલ નવા દિવા રોડ ખાતે ઉપસ્થિત તમામ લોકોએ સ્વચ્છતા અંગેના શપથ ગ્રહણ કર્યા હતા. બાદમાં આ રથ વૃંદાવન ટાઉનશીપ રોડ થઇને રામકુંડ મંદિર ક્ષિપ્રા ગણેશ મંદિર થઇને વિવિધ વિસ્તારોમાં ફર્યો હતો. જેમાં શાળાના બાળકો પણ જોડાયા હતા.

બીજા તબક્કામાં બપોર બાદ આ રથ બપોરે ૨.૩૦ કલાકે શરૃ કરવામાં આવશે. જે જીનવાલા કમ્પાઉન્ડ સ્કૂલ ખાતેથી શરૃ થશે. અને ગાયત્રી મંદિર, હસ્તી તળાવ, લાયન સર્કલ, ગુજરાત હાઉસિંગ બોર્ડ સુરતી ભાગોળ થઇને પરત જીનવાલા સ્કૂલ ખાતે પહોંચશે. આ રોથમાં જોડાયેલાં સભ્યો સ્થાનિક લોકો સાથે સ્વચ્છતાના સપથ લેવડાવશે અને સ્વચ્છતા સર્વેક્ષણમાં સહભાગી થવા અપિલ કરશે.

;