સ્વિત્ઝર્લેેન્ડ હવે ભારતીય કરચોરોની બેનામી રકમની ત્રીજી યાદી સોંપશે - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • World
  • સ્વિત્ઝર્લેેન્ડ હવે ભારતીય કરચોરોની બેનામી રકમની ત્રીજી યાદી સોંપશે

સ્વિત્ઝર્લેેન્ડ હવે ભારતીય કરચોરોની બેનામી રકમની ત્રીજી યાદી સોંપશે

 | 5:28 am IST
  • Share

સ્વિત્ઝર્લેેન્ડની સરકાર કરચોરી કરીને ત્યાં બ્લેકમની રાખનાર ભારતીયોની વધુ એક પોલ ખોલવા જઈ રહી છે. ભારત સરકાર સાથેની સમજૂતી મુજબ તે આ મહિને સ્વીસ બેન્કોમાં રહેલા ભારતીયોના બેન્ક ખાતા તેમજ તેમાં રહેલા બ્લેકમનીની ત્રીજી યાદી ભારતને સોંપશે. આ વખતની યાદીમાં ભારતનાં નાગરિકોની ત્યાં રહેલી રિયલ એસ્ટેટ પ્રોપર્ટી તેમજ આવી પ્રોપર્ટીમાંથી કરેલી કમાણીની વિગતો પણ આપશે. ત્યાં  જે ભારતીયોનાં ફ્લેટ કે અપાર્ટમેન્ટ છે તેની માહિતી અપાશે. પ્રોપર્ટીમાંથી કરેલી કમાણીની વિગતો આપશે જેથી તેની પર ભારતમાં ટેક્સ લાગૂ પડે છે કે કેમ તે નક્કી કરી શકાશે. ઉલ્લેખનીય છે કે, આમ તો ત્રીજી વખત ભારતીય કરચોરોની યાદી ભારત સરકારને આપવામાં આવશે પણ પહેલી વખત એવું બનશે કે સ્વિત્ઝર્લેન્ડમાં રિયલ એસ્ટેટમાં રોકાણ કરનારાઓની વિગતોનો તેમાં સમાવેશ કરવામાં આવ્યો છે. એનજીઓ અને ડિજિટલ કરન્સીમાં કરવામાં આવેલા ટ્રાન્ઝેક્શન અંગે કોઈ માહિતી આપવામાં આવશે નહીં.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો