સ્વીટી પટેલ મર્ડર કેસ ઃ ડ્ઢગ્દછ મેચ કરવા ખાસ કિટ મગાવાઈ - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Newspaper
  • સ્વીટી પટેલ મર્ડર કેસ ઃ ડ્ઢગ્દછ મેચ કરવા ખાસ કિટ મગાવાઈ

સ્વીટી પટેલ મર્ડર કેસ ઃ ડ્ઢગ્દછ મેચ કરવા ખાસ કિટ મગાવાઈ

 | 2:44 am IST

ર્જીંય્ ઁૈં અજય દેસાઇએ કરેલી હત્યા કેસમાં પુરાવા શોધતી પોલીસ

વિદેશી કિટથી પણ ડ્ઢગ્દછ મેચ થાય તો પ્રોફાઇલિંગ માટે કપરા ચઢાણ  

 

અટાલીની બંધ હૉટલમાંથી મળેલા બળેલા અસ્થિનું રહસ્ય અઢી મહિને અકબંધ

વડોદરા   

રાજ્યભરમાં બહુચર્ચિત સ્વીટી પટેલ મર્ડર કેસમાં ગાંધીનગરના ફોરેન્સિક નિષ્ણાંતોને હજુ બળેલા અસ્થિ સાથે ડ્ઢગ્દછ પ્રોફાઇલિંગમાં સફળતા મળી નથી. અટાલીની બંધ હોટલમાંથી મળેલા અસ્થિના ડ્ઢગ્દછ મેચ કરવા માટે અમેરિકાથી વિશેષ કીટ મંગાવાઈ હોવાનું સૂત્રો પાસે જાણવા મળ્યું છે.  

વડોદરા ગ્રામ્યના પૂર્વ ર્જીંય્ પીઆઇ અજય દેસાઇએ ગત જુન મહિનામાં કરજણ સ્થિત ભાડાના મકાનમાં સ્વીટી પટેલની હત્યા કરી હતી. અજય દેસાઇએ હત્યા બાદ તેના કોંગ્રેસ અગ્રણી મિત્ર કિરીટસિંહ જાડેજા સાથે મળી સ્વીટીના મૃતદેહનો નિકાલ કર્યો હતો. અજય અને કિરીટે અટાલીની બંધ હોટલમાં સ્વીટી પટેલના મૃતદેહને સળગાવી પુરવાનો નાશ કર્યો હતો. ગુનામાં અજય દેસાઇ અને કિરીટસિંહ જાડેજા જેલના સળીયા પાછળ છે. જુને સ્વીટીની હત્યા થઈ, ગત તા. ૧૧ જુને કરજણ પોલીસ સ્ટેશનમાં જાણવા જોગ નોંધાઈ અને ૨૫ જુને એફઆઇઆર દાખલ થઈ હતી. દહેજની અટાલીની બંધ હોટલમાંથી પહેલાં જિલ્લા ન્ઝ્રમ્ અને ત્યારબાદ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને દહેજના બળેલા અસ્થિ મળ્યાં હતાં. અસ્થિ મૃતક સ્વીટી પટેલના છે કે કેમ ? તે રહસ્ય અઢી મહિનાથી અકબંધ છે. ગાંધીનગરના ફોરેન્સિક વિભાગમાં અજયસ્વીટીના બે વર્ષના પુત્ર તથા સ્વીટીના ભાઇના ડ્ઢગ્દછ બળેલા અસ્થિ સાથે હજુ સુધી મેચ થયા નથી. ચર્ચાસ્પદ કેસમાં ડ્ઢગ્દછ પ્રોફાઇલિંગ મેચ કરવા માટે હવે અમેરિકાથી ખાસ કીટ મંગાવાઈ છે. વિદેશી કિટની મદદથી સ્વીટી મર્ડર કેસમાં ડ્ઢગ્દછ મેચ કરવા પ્રયાસો શરૂ કરવામાં આવ્યાં છે. અમેરિકાની કીટથી પણ ડ્ઢગ્દછ મેચ થાય નહીં તો બળેલા અસ્થિના રહસ્યનો પડદો ઉચકાશે નહીં તેવું સૂત્રો પાસે જાણવા મળ્યંુ છે. આગામી પાંચેક દિવસમાં અમેરિકન કીટથી ડ્ઢગ્દછ રિપોર્ટ આવે તેવી પોલીસને આશા છે. ઉલ્લેખનીય છે કે, ક્રાઇમ બ્રાન્ચની ટીમને અટાલીની બંધ હોટલમાં પંચનામાની કાર્યવાહી દરમિયાન અર્ધ બળેલું મંગળસુત્ર, પાંચ બળેલા દાંત, વિંટી અને બે્રસલેટનો ટુકડો પણ મળ્યો હતો.  

 

ક્રાઇમ બ્રાન્ચ કોર્ટમાં સોમવારે ચાર્જશીટ કરી શકે છે  

સ્વીટી પટેલ મર્ડર કેસમાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ આગામી સોમવારે કરજણની કોર્ટમાં ચાર્જશીટ કરે તેવી શક્યતા છે. પોલીસે અજય દેસાઇનો સસ્પેક્ટ ડિટેક્શન ટેસ્ટ (જીડ્ઢજી) અને પોલિગ્રાફનો ટેસ્ટનો રિપોર્ટ સહિત અન્ય સાયોગીક અને ટેકનિકલ પુરાવા અને સંબંધિતોના નિવેદનો એકત્ર કર્યાં છે.  

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો

;