સ્વ.અહેમદ પટેલની પુણ્યતિથિએ નિઃશુલ્ક દિવ્યાંગ કેમ્પ યોજાયો - Sandesh
  • Home
  • Newspaper
  • સ્વ.અહેમદ પટેલની પુણ્યતિથિએ નિઃશુલ્ક દિવ્યાંગ કેમ્પ યોજાયો

સ્વ.અહેમદ પટેલની પુણ્યતિથિએ નિઃશુલ્ક દિવ્યાંગ કેમ્પ યોજાયો

 | 3:14 am IST

અંકલેશ્વર ખાતે રાજસ્થાનના મુખ્યમંત્રી સહિત અગ્રણીઓની હાજરી

વ્હીલ ચેર, ટ્રાઇસિકલ, ક્લિપર. બૈશાખી સહિતના સાધનોનું વિતરણ

ા અંકલેશ્વર ા

અંકલેશ્વરની સરદાર પટેલ હોસ્પિટલ એન્ડ હાર્ટ ઇન્સ્ટિટયૂટ ખાતે દિવંગત અહેમદ પટેલની પ્રથમ પુણ્યતિથિ નિમિતે નિઃશુલ્ક દિવ્યાંગ કેમ્પ યોજાયો હતો. આ પ્રસંગે રાજસ્થાન ના મુખ્ય મંત્રી અશોક ગહેલોત સહીત પ્રદેશ કોંગ્રેસના દિગ્ગજ નેતાઓએ ઉપસ્થિત રહી સ્વ.અહેમદ પટેલને શ્રાદ્ધાંજલિ આપી હતી.

ભરૂચ જિલ્લાના લોકો માં જ નહિ પણ ભારતભર ના લોકો માં સદ્કાર્ય કરી લોકચાહના મેળવનાર અહેમદ પટેલ ફની દુનિયાને અલવિદા કરી દીધા ને આજે વર્ષ વીતી ગયું પરંતુ તેમના કરેલ સદ્કાર્યોની સુવાસ હંમેશા ફ્ેલાતી રહેશે. કોંગ્રેસના અગ્રણી અને રાષ્ટ્રીય નેતા અને અંકલેશ્વરના પીરામણ ગામના મૂળ વતની દિવંગત અહેમદ પટેલની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ નિમિતે આરોગ્યલક્ષી કાર્યો થકી દિવંગત ને શ્રાદ્ધાંજલિ આપવા માટે ભારત સેવા સંસ્થાન જોધપુર અને ભગવાન મહાવીર વિકલાંગ સહાયતા સમિતિના સંયુક્ત ઉપક્રમે અંકલેશ્વરની સરદાર પટેલ હોસ્પિટલ એન્ડ હાર્ટ ઇન્સ્ટિટયૂટ ખાતે નિઃશુલ્ક દિવ્યાંગ કેમ્પનું આયોજન કરાયુ હતુ.

આ પ્રસંગે રાજસ્થાન ના મુખ્ય મંત્રી અશોક ગહેલોત અને દિવંગત અહેમદ પટેલની સુપુત્રી મુમતાઝબેન પટેલ ઉપસ્થિત રહ્યા હતા. મુખ્ય મંત્રી અશોક ગહેલોત સહીતના નેતાઓએ સૌ પ્રથમ દિવંગત અહેમદ પટેલ ની કબર પર તેમને શ્રાદ્ધાસુમન અર્પણ કરી શ્રાદ્ધાંજલિ પાઠવી હતી.  

ત્યાર બાદ સરદાર પટેલ હોસ્પિટલ ખાતે યોજાયેલ દિવ્યાંગ કેમ્પ માં દિવ્યાંગોને વ્હીલ ચેર, ટ્રાઇસિકલ, ક્લિપર. બૈશાખી સહિતના સાધનોનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતુ. આ પ્રસંગે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રભારી રઘુ શર્મા, અમિત ચાવડા, સાંસદ શક્તિસિંહ ગોહિલ. પરેશ ધાનાણી, અર્જુન મોઢવાડિયા, ભરતસિંહ સોલંકી, સિદ્ધાર્થ પટેલ સહિત ના નેતાઓ હાજર રહ્યા હતા.

અહેમદ પટેલની પુણ્યતિથિએ નર્મદા કોંગ્રેસની શ્રાદ્ધાંજલિ

દેડિયાપાડા ઃ કોંગ્રેસના અગ્રણી રાષ્ટ્રીય નેતા અને અંકલેશ્વરના પીરામણ ગામના મૂળ વતની મર્હુમ અહેમદ પટેલની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિએ કોંગ્રેસના દિગ્ગજ નેતા મર્હૂમ અહેમદ પટેલની આજરોજ પ્રથમ પુણ્યતિથિ નિમિત્તે તેમને સાગબારા ખાતે ભાવભરી શ્રાદ્ધાંજલિ આપવામાં આવી હતી.આ પ્રસંગે નર્મદા જિલ્લા પ્રભારી મંત્રી માનસિંગ ડોડિયા પ્રદેશ કોંગ્રેસ મંત્રી હરેશ વસાવા પૂર્વ ધારાસભ્ય અમર સીંગ વસાવા વિગેરે જોડાયા હતા.

મર્હુમ અહેમદ પટેલને શ્રાદ્ધાસુમન પાઠવવા દિગ્ગજ નેતાઓ ઊમટયાં

કોંગ્રેસના અગ્રણી રાષ્ટ્રીય નેતા અને અંકલેશ્વરના પીરામણ ગામના મૂળ વતની મર્હુમ અહેમદ પટેલની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિએ રાજ્યના દિગ્ગજ નેતાઓ તેમના ગામ ખાતે આવી પહોંચ્યા હતા. પિરામણ ગામ ખાતે પૂર્વ પ્રદેશ પ્રમુખ તેમજ માજી કેન્દ્રીય મંત્રી ભરતસિંહ સોલંકી, મૌલીન વૈષ્ણવ, પ્રદેશ કોંગ્રેસ પ્રવક્તા મનહર પટેલ, ભરૂચ જિલ્લા કોંગ્રેસ પ્રવક્તા નાઝુ ફ્ડવાલા, પ્રદેશ મહામંત્રી રાજેન્દ્રસિંહ રણા, પ્રદેશપ્રમુખ યુનુસ પટેલ સહિતના ભરૂચ જિલ્લાના કોંગી અગ્રણીઓ પણ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા અને અહેમદ પટેલની કબર પર છે તેમને શ્રાદ્ધાસુમન અર્પણ કરીશ્રાદ્ધાંજલિ પાઠવી હતી. આ તમામ મહાનુભાવોએ પીરામણ પ્રાથમિક શાળા ખાતે યોજાયેલી પ્રાર્થનાસભામાં પણ હાજરી આપી હતી. આ પ્રસંગે મર્હુમ અહેમદભાઈ પટેલના પુત્રી મુમતાઝ પટેલ પણ હાજર રહ્યા હતા.

પપ્પાના નકશેકદમ પર હંમેશા આગળ ચાલીશું ઃ મુમતાઝ પટેલ

મર્હુમ અહેમદ પટેલની પુત્રી મુમતાઝ બેન પટેલે આ પ્રસંગે જણાવ્યું હતું કે પપ્પાએ જે સમાજ સેવાનો માર્ગ બતાવ્યો છે એ માર્ગ પર હંમેશા અમે આગળ વધતા રહીશું. તેઓની સેવા ને યાદ રાખીને આજે તમામ મહાનુભાવો પધાર્યા છે એમનો હાર્દિક આભાર માનું છું અને એમનો પણ સહકાર આગામી દિવસોમાં મળતો રહેશે એવો વિશ્વાસ છે.

અદના માનવીને માટે સદૈવ હાજર એવા નેતાની ખોટ સાલશેઃ અશોક ગેહલોત

મર્હુમ અહેમદ પટેલની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે ઉપસ્થિત રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે જણાવ્યું હતું કે આ એવા નેતા હતા કે જેમને માટે દિલ્હીના દરવાજા હંમેશા સામાન્ય નાગરિક માટે પણ ખુલ્લા રહેતા હતા. સમગ્ર ભારત વર્ષ માટે તેમણે કરેલા કાર્યો હંમેશા યાદ રહેશે અને એમના જેવા દૂરદ્રષ્ટિ ની ખોટ કદી પૂરી શકાશે નહીં.

ભરૂચ જિલ્લો અહેમદ પટેલના સેવા કાર્યો માટે હંમેશા તેમને યાદ રાખશે ઃ કમલેશ ઉદાણી

મર્હુમ અહેમદ પટેલના પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ કાર્યક્રમમાં ઉપસ્થિત અંકલેશ્વરની સરદાર પટેલ હોસ્પિટલના ચેરમેન કમલેશ ઉદાણીએ જણાવ્યું હતું કે અહેમદ પટેલ ભરૂચ જિલ્લા માટે આશીર્વાદરૂપ હતા. જિલ્લા માટે તેમણે કરેલા તમામ કાર્યો બદલ અને ખાસ કરીને આરોગ્યના ક્ષેત્રે તેમના પ્રદાન બદલ હંમેશા લોકો યાદ રાખશે. આગામી દિવસમાં પણ તેઓના નકશેકદમ પર અમે આગળ વધીશું.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો

;