હત્યાના આરોપી શાળા સંચાલકને હાથકડી વગર VIP ટ્રીટમેન્ટ !! - Sandesh
  • Home
  • Newspaper
  • હત્યાના આરોપી શાળા સંચાલકને હાથકડી વગર VIP ટ્રીટમેન્ટ !!

હત્યાના આરોપી શાળા સંચાલકને હાથકડી વગર VIP ટ્રીટમેન્ટ !!

 | 12:54 am IST

  • શાળાએ લઇ જઇ ઘટનાનું રિ-કન્સ્ટ્રક્શન ઃ જામનગરમાં રિ-પી.એમ.

રાજકોટ : શૈક્ષણીક જગતને પણ કલંક લાગે તેવું કૃત્ય કરનાર રાજકોટના મવડી વિસ્તારમાં ત્રણ-ત્રણ શાળા સંકુલો ધરાવતા શાળા સંચાલક-પ્રિન્સિપાલ શાંતિલાલ હરદાસભાઈ વીરડીયા ઉ.વ.૫૩એ સાગરીત પરપ્રાંતિય વીજય શ્રાીઆધ્યા રાય ઉ.વ.૩૭ સાથે મળીને પ્રેયસી વિધવા હીનાબહેન રાજેશભાઈ મહેતા ઉ.વ.૪૮ની પોતાની જ સ્કૂલના કમ્પાઉન્ડ બીલ્ડીંગમાં ફ્લેટ પર બોલાવી ગળાફાંસો દઈ ઠંડે કલેજે કરેલી હત્યાના ચકચારી બનાવમાં તાલુકા પોલીસે એફ.એસ.એલ.ને સાથે રાખી આરોપી શાંતિલાલને ઘટના સ્થળ સ્કૂલે લઈ જઈ સમગ્ર ઘટનાનું રિ-કન્સ્ટ્રક્શન કરાવ્યું હતું. ફાંસો દીધેલું દોરડું, બેડશીટ સહિતની વસ્તુઓ કબજે લીધી હતી. જન્માષ્ટમીના દિવસે બપોરે શાંતિલાલ મહિલાને પાંચમાં મજલે પોતાના ફ્લેટ પર લઈ આવ્યો હતો ત્યાં વાતોમાં પરોવી સાગરીત વિજય રાય સાથે મળી ગળેટુંપો દઈ હત્યા કરી નાખી હતી. રાત્રે લાશને સ્કોર્પિયો કારમાં મવડીથી આગળ ચેકડેમ જેવા મોટા પાણીના ખાડામાં ફેંકી દીધી હતી. લાશ મળી ત્યારે જ પોલીસને શંકાઓ ઉપજી હતી. જીભ બહાર હતી અને ગળા પર નિશાન હતા. જેથી પેનલ મારફતે ફોરેન્સિક પી.એમ. કરાવાયું હતું. જો કે હત્યાના કારણ વીશે કોઈ સ્પષ્ટ અભિપ્રાય અપાયો ન હતો અને વિસેરા લેવાયા હતા. જો કે પોલીસ તપાસમાં મહિલાને ફાંસો આપી હત્યા કરાયાનું ખુલતા મૃતકના પુત્ર ગૌરવની ફરિયાદના આધારે શાંતિલાલ અને વિજય રાયની ધરપકડ કરી બંનેના ગઈકાલે ત્રણ દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. આજે મુખ્ય સુત્રધાર આરોપી શાંતિલાલને તેની શાળાએ લઈ અવાયો હતો ત્યાં પોલીસે ઘટનાનું રિ-કન્સ્ટ્રક્શન કરાવ્યું હતું અને જરૂરી પુરાવા કબજે લીધા હતા. આમ તો પોલીસ સામાન્ય ગુનેગારોને હાથકડી નાખીને લઈ જતી હોય છે જ્યારે શાંતિલાલને ભાજપની કૃપા કે અન્ય કાંઈની રીતે જાણે શાંતિલાલ હાથકડી કે આવું કાંઈ નહીં જાણે મહેમાનને લવાયા હોય એ રીતે શાળએ લઈ જતાં જોનારાઓ પણ આૃર્યમાં પડી ગયા હતા. તપાસનીસ પી.આઈ. વી.એસ.વણઝારાના કહેવા મુજબ રાજકોટના તબીબોએ મોતનું કારણ પેન્ડીંગ રાખ્યું છે. મૃતકના પુત્રએ શંકા વ્યક્ત કરીને રિ-પી.એમ. માટે આપેલી અરજીને લઈને મેડિકલ નિયમ મુજબ એક જ સ્થળે બીજી વખત પી.એમ. ન થઈ શકે તે માટે લાશને જામનગર લઈ જવાઈ હતી ત્યાંથી હાલ તબીબોએ પી.એમ. અંગે કોઈ સ્પષ્ટ અભિપ્રાય આપ્યો નથી. પોલીસની હાજરીમાં જ બોલ્યો *કંઈ ચિંતા કરોમાં બધા સારાવાના થઈ જશે* પોલીસે પ્રારંભે કોઈ લોભ લાલચ પ્રલોભનમાં આવ્યા વીના હત્યાનો ભેદ ખોલ્યો અને ભાજપના શિક્ષણ સેલના હોેદેદાર એવા સુત્રધાર શાંતિલાલની ધરપકડ કરી એ પોલીસની સરાહનીય કામગીરી કહેવાય પરંતુ પોલીસ કસ્ટડીમાં અને રિમાન્ડ પર હોવા છતાં શાંતિલાલને પોલીસનો કોઈ ડર ન હોય અથવા તો ભાજપનું કે અન્ય કોઈ *વજન* આવી ગયું હોય એ રીતે શાંતિલાલ પોલીસમથકમાં બિંદાસ્ત છે. રિ-પી.એમ.ની વાત આવી તો બોલ્યો કે *એવું કાંઈ ન હોય લાશ એમના છોકરાઓને સોંપી દો વિધી કરી નાખે* જ્યારે આજે શાળાએ લઈ અવાયો ત્યારે ત્યાં હાજર તેના પરિચિતો સમક્ષ બોલ્યો કે *કાંઈ ચિંતા કરોમાં બધા સારાવાના થઈ જશે* હત્યાની ચહેરા પર જરાપણ રંજ ન હતો.

  • *ઉસે ઘર પર જાકે માર દેતા લેકીન શેઠને મના કીયા થા*

શાંતિલાલના કહેવાથી મહિલાને ગળેટુંપો દઈને પતાવી દેનાર યુ.પી.ના ભૈયા વિજય રાય પોલીસની પુછતાછમાં બોલી ઉઠયો હતો કે *લડકી કો મારને સે ક્યા ડરના મે તો ઉસે ઉસકે ઘર પર જાકર માર દેતા લેકીન શેઠને મના કીયા થા* શાંતિલાલ વિજયને છેલ્લા ૧૭ વર્ષથી સાચવતો હતો. વિજયે તેના વતન યુ.પી.ના સંતકબીરનગરમાં પણ એક હત્યા કરેલી છે.

  • ભાજપના અગ્રણીએ અંગતને ઉગારવા તનતોડ પ્રયાસ કરેલા !

રાજકોટ જીલ્લા ભાજપ સહકારી ક્ષેત્રના છોટા કદના એક અગ્રણીએ શાંતિલાલને બચાવવા અંત સુધી તનતોડ પ્રયાસ કર્યા હોવાનું ચર્ચાઈ રહ્યું છે. હત્યા બાદ શાંતિલાલે તેને જાણ કરી ન હોય તે શક્ય ન હોય. એવી વાત છે કે પહેલા પોલીસ સાથે ગોઠવણના પ્રયાસ થયા એક તબક્કે તો બધુ પરપ્રાંતિય વિજય ઓઢી લે, શાંતિલાલને કાઢી નાખો માટેની મોટો ઓફર પણ હતી. જો કે પોલીસે તટસ્થાને વળગી રહીને સમગ્ર ઘટનાનો ભેદ ખોલી નાખ્યો હતો. પી.એમ.માં તબીબ સાથે રિપોર્ટની ઘાલમેલ બાબતે ભાજપ અગ્રણીએ રોલ ભજવ્યાની વાત છે. સત્ય શું છે તે જાણવા પોલીસ અગ્રણીના અને આરોપીના જન્માષ્ટમી પછીના કોલ ડીટેઈલ બીલ ચકાશે તો પણ કંઈક નવાજુની થઈ શકે પરંતુ ભાજપ છે તો આવી કોઈ નૈતિક હિંમત પોલીસ કરી શકશે ખરી ? ઉચ્ચ અધિકારીઓ હાથ નાખી શકશે ? કે દાઝી જવાની બીકે હાથ પાછા પડશે ?