હનુમાનજી અને શનિદેવ વિશેની આ વાતો નહીં જાણી હોય આજ સુધી - Sandesh
  • Home
  • Astrology
  • હનુમાનજી અને શનિદેવ વિશેની આ વાતો નહીં જાણી હોય આજ સુધી

હનુમાનજી અને શનિદેવ વિશેની આ વાતો નહીં જાણી હોય આજ સુધી

 | 11:10 am IST

સનાતન ધર્મમાં આસ્થા રાખનાર તમામ લોકો ભગવાન હનુમાનને સંકટ મોચન અને શનિદેવને ખરાબ કર્મોની સજા આપનાર દેવ માને છે. આ બંને દેવતાઓનો ભગવાન શંકર સાથે ખાસ સંબંધ છે. હનુમાનજી તો શંકર ભગવાનનો જ અવતાર છે. જ્યારે શનિદેવએ કઠોર તપ કરી શિવજીની શક્તિઓ પ્રાપ્ત કરી હતી. આ ઉપરાંત પણ શનિદેવ અને હનુમાનજીની કેટલીક એવી વાતો છે જેનાથી તેમના ભક્તો મોટાભાગે અજાણ હોય છે. તો ચાલો આજે જાણીએ કે આ બંન્ને દેવ વિશેની આવી જ કેટલીક ખાસ અને અજાણી વાતો.

શાસ્ત્રોનુસાર ભગવાન હનુમાન અને શનિદેવ વચ્ચે અનેક વાતો એકસરખી છે. સૂર્યા સંહિતામાં ઉલ્લેખ છે કે હનુમાનજીનો જન્મ શનિવારે થયો હતો. તેઓ ભગવાન શિવનો જ અવતાર છે અને હનુમાનશાસ્ત્રાનામમાં એક નામ શનિદેવનું પણ છે. આ ઉપરાંત આ બંને દેવના રંગ એક સરખા છે. હનુમાનજીનો વર્ણ શનિદેવ જેવો તેમની ક્રૂર દ્રષ્ટિના કારણે થયો હોવાની પણ માન્યતા છે.

શનિદેવ સૂર્યપુત્ર છે અને ભગવાન સૂર્ય હનુમાનજીના ગુરુ છે. શનિદેવ અને તેમના પિતા વચ્ચે લડાઈ હતી જ્યારે હનુમાનજીને તેમણે અનેક શક્તિ પ્રદાન કરી હતી. સૂર્ય ભગવાનની શિક્ષાના કારણે જ હનુમાનજી મહાવીર બન્યા હતા. શનિદેવ ક્રૂર અને નિર્મમ પ્રકૃતિના છે જ્યારે હનુમાનજી ભક્તો માટે અત્યંત દયાળુ છે. શનિદેવનો જન્મ અગ્નિમાંથી જન્મયા હતા જ્યારે હનુમાનજી પવનપુત્ર છે. શનિવારે તેલ વેંચવું અશુભ છે પરંતુ આ દિવસે જ હનુમાનજીને તેલ ચડે છે.