હનુમાન જયંતિઃ સાળંગપુરમાં કષ્ટભંજન દેવનું પૂજન અર્ચન થશે - Sandesh
 • Home
 • Jamnagar
 • હનુમાન જયંતિઃ સાળંગપુરમાં કષ્ટભંજન દેવનું પૂજન અર્ચન થશે

હનુમાન જયંતિઃ સાળંગપુરમાં કષ્ટભંજન દેવનું પૂજન અર્ચન થશે

 | 2:04 am IST

 • જય હનુમાન જોડીયામાં હનુમાનજી મહારાજને અનોખો શણગાર
 • રાજકોટઃ ચૈત્રી પૂર્ણિમાએ હનુમાન જયંતિની ઉજવણીના અવસરે તીર્થધામ સાળંગપુર, રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં હનુમાન જયંતિની સાદાઈથી ઉજવણી કરવામાં આવશે. સાળંગપુરમાં સંતો દ્વારા કષ્ટભંજન દેવનું પૂજન અર્ચન કરવામાં આવશે પરંતુ કોરોના મહામારીનું સંક્રમણ અટકાવવાના હેતુથી વર્તમાન પરિસ્થિતિમાં હરિભક્તોને મંદિરમાં પ્રવેશ નહીં અપાય.
  તા. ૮ને બુધવારે હનુમાન જયંતિની ઉજવણી થશે. આ પવિત્ર અવસરે સાળંગપુરમાં કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજનું માત્ર સંતો દ્વારા જ પૂજન અર્ચન કરવામાં આવશે.
  જેમાં મંગળા આરતી સવારે ૫.૩૦ વાગ્યે, શણગાર આરતી સવારે ૭ વાગ્યે, અભિષેક દર્શન સવારે ૯ વાગ્યે અને અન્નકૂટ દર્શન સવારે ૧૧ વાગ્યે થશે. ભાવિકો યુ-ટયૂબના માધ્યમથી ઓનલાઈન તેમજ સદવિદ્યા ચેનલ પરથી ઘરે બેઠા દર્શનનો લાભ લઈ શકશે.
  જામનગર જિલ્લાના જોડીયાધામમાં આવેલા ઉદાસીન સંત કુટીર રામવાડી ભોલેબાબાના આશ્રામમા તા.૮ના હનુમાન જયંતિના પાવન પર્વે જયોતિ સ્વરૂપ બાબા હનુમાનજી મહારાજને અનોખો શણગાર કરવામા આવ્યો હતો. તેમજ હાલમા લોકડાઉનના કારણે રામવાડીમા કોઈપણ કાર્યક્રમ રાખવામા આવ્યો નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન