હળવદના જૂની જોગડ ગામમાં પશુ ચરાવવાના મુદ્દે જૂથ અથડામણમાં બે લોકોનાં મોત થયાં - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Gujarat
  • હળવદના જૂની જોગડ ગામમાં પશુ ચરાવવાના મુદ્દે જૂથ અથડામણમાં બે લોકોનાં મોત થયાં

હળવદના જૂની જોગડ ગામમાં પશુ ચરાવવાના મુદ્દે જૂથ અથડામણમાં બે લોકોનાં મોત થયાં

 | 2:00 am IST
  • Share

હળવદ તાલુકાના જૂની જોગડ ગામે રવિવારે સાંજે પશુ ચરાવવા જેવી નજીવી બાબતે એક જ જ્ઞાાતિના બે જૂથ વચ્ચે બઘડાટી બોલી હતી જેમાં બન્ને પક્ષે જૂથ અથડામણાં બે લોકોનાં મોત નિપજ્યા છે.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ હળવદના જૂની જોેગડ ગામે રવિવારે સાંજના સમયે પશુ ચરાવવા બાબતે થયેલી માથાકૂટ લોહિયાળ બની હતી અને જોત જોતામાં બન્ને પક્ષના લોકો સામસામે આવી જતા આ ઘટનામાં રઘુભાઈ બચુભાઈ કોળી તથા નવઘણભાઈ શેંધાભાઈ કોળી નામના વ્યક્તિનું મૃત્યુ નીપજ્યું હોવાનું બહાર આવ્યું છે. જૂની જોગડ ગામે બનેલ ડબલ મર્ડરની ઘટનાને પગલે મોરબી એલસીબી, અને હળવદ પોલીસના પીએસઆઇ પી.જી પનારા, યોગેશદાન ગઢવી, જયપાલસિંહ ઝાલા,દેવેન્દ્રસિંહ ઝાલા મુમાભાઈ રબારી સહિતનો કાફ્લો ઘટનાસ્થળે દોડી ગયો છે. હાલ પોલીસ દ્વારા ગામમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ બંદોબસ્ત ગોઠવી દઇ બંને મૃતકોની લાશને પી.એમ.માટે હળવદ સરકારી હોસ્પિટલ ખાતે લઇ આવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. જોકે આ લોહિયાળ જંગ શા માટે ખેલાયો તેની સાચી હકીકત તો પોલીસ ફ્રિયાદ નોંધાયા બાદ જ બહાર આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન