હળવદના રણજિતગઢ ગામે ખેતરોમાં વીજ પોલ નાખવાના વિરોધમાં ખેડૂતો-પોલીસ વચ્ચે ઘર્ષણ - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Gujarat
  • હળવદના રણજિતગઢ ગામે ખેતરોમાં વીજ પોલ નાખવાના વિરોધમાં ખેડૂતો-પોલીસ વચ્ચે ઘર્ષણ

હળવદના રણજિતગઢ ગામે ખેતરોમાં વીજ પોલ નાખવાના વિરોધમાં ખેડૂતો-પોલીસ વચ્ચે ઘર્ષણ

 | 4:33 am IST
  • Share

 ખેડૂત અને વીજ અધિકારીઓ વચ્ચે ઘર્ષણ થતા પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ

વડોદરાથી લાકડિયા સુધીની 765 કેવી વીજ લાઇન પંથકમાંથી પસાર થતા વળતરને લઈ ખેડૂતોનો વિરોધ

કલેક્ટરને રજૂઆત કરી છતાં હજુ સુધી  યોગ્ય નિર્ણય લેવાયો નથી

હળવદ પંથકમાં પાછલા ઘણા સમયથી વડોદરાથી લાકડિયા વચ્ચે 756 કે.વી. વીજ લાઈન ખેડૂતોના ખેતરમાં નાખવા બાબતે અને ખેડૂતોના વળતર બાબતે વીજ કંપની અને ખેડૂતો વચ્ચે ઘર્ષણ અવાર નવાર થઈ રહ્યું હોવા છતાં આ બાબતે કોઈ નિર્ણય નહીં આવતા ખેડૂતો હવે લડી લેવાના મૂડ હોવાનું જણાય રહ્યું છે. ત્યારે મંગળવારે ફરી વીજ કંપનીના અધિકારીઓ અને ખેડૂતો વચ્ચે વીજ પોલ નાખવા મુદ્દે ઘર્ષણ થતા પોલીસ કાફ્લો ઘટના સ્થળે દોડી ગયો હતો.

આ અંગે વધુ મળતી માહિતી મુજબ વડોદરાથી લાકડીયા સુધીની 765  વીજ લાઇન હળવદ પંથકમાંથી પસાર થતી હોય જેના વળતરને લઈને ખેડૂતો પાછલા ઘણા સમયથી વિરોધ નોંધાવી રહ્યા છે. થોડા દિવસ પહેલાં જ રણજીતગઢ ગામે ખેડૂતોના ઉભા પાકને વીજ કંપનીના અધિકારીઓએ ઉખેડી નાખી વીજ પોલ નાખવાની કામગીરી કરી હતી. જેની સામે ખેડૂતોએ બાંયો ચઢાવી હતી. આ મામલે ખેડૂતોએ સ્થાનિક તંત્ર અને કલેક્ટરને રજૂઆત કરી હતી. આ મુદ્દે હજુ યોગ્ય નિર્ણય લેવાય તે પહેલા જ મંગળવારે રણજીતગઢ ગામના ખેતરોમાં વીજ કંપની દ્વારા વિજપોલ નાખવાની કામગીરી હાથ ધરવામાં આવતા ખેડૂતો મોટી સંખ્યામાં ઉમટી પડી હોબાળો મચાવતા હળવદ પોલીસ સ્ટાફ્ ઘટનાસ્થળે પહોંચી ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો હતો.

 

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો