હવે ઈલેક્ટ્રોનિક નાક દ્વારા ફેફસાં, લિવર અને કોલોન કેન્સરની ઓળખ થશે - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Health & Fitness
  • હવે ઈલેક્ટ્રોનિક નાક દ્વારા ફેફસાં, લિવર અને કોલોન કેન્સરની ઓળખ થશે

હવે ઈલેક્ટ્રોનિક નાક દ્વારા ફેફસાં, લિવર અને કોલોન કેન્સરની ઓળખ થશે

 | 4:00 am IST
  • Share

અત્યાર સુધી તમે બ્લડ, યુરિન કે મળના પરિક્ષણ દ્વારા બીમારીની ઓળખ અંગે સાંભળ્યું હશે પરંતુ હવે ઇલેક્ટ્રોનિક નોઝ દ્વારા લિવર, ફેફસાં અને કોલોન કેન્સર જેવી બીમારીઓની ઓળખ થઇ શકે છે. બીમારીઓની તપાસ કરવા માટે આ નાકને માસ્કની જેમ નાક ઉપર લગાવવાનું રહેશે જેનાથી થોડા સમયમાં બીમારીની ઓળખ થઇ જશે. આને તૈયાર કરનાર યૂકેની બાયોટેક કંપની આઉલસ્ટોન મેડિકલનું કહેવું છે કે, ઇલેક્ટ્રોનિક નોઝ(ઇ-નોઝ)ની મદદથી કોવિડની ઓળખ કરી શકાય તે દિશામાં પણ રિસર્ચ ચાલી રહ્યું છે. ઇ-નોઝથી દર્દીની તપાસ કરવી બહુ સહેલી બની જશે સાથે તેનાથી સમયની પણ બચત થશે. આ ઇ-નોઝ દર્દીના શ્વાસમાંથી બીમારીની ગંધને ઓળખીને રોગની ઓળખ કરે છે. વૈજ્ઞાાનિકોનું કહેવું છે કે, જ્યારે વ્યક્તિ શ્વાસ છોડે છે તો તેમાં 3500થી વધારે વોલાટાઇલ ઓર્ગેનિક કમ્પાઉન્ડ્સ  હોય છે. તેમાં ગેસના ખુબ જ નાના કણ અને માઇક્રોસ્કોપિક ડ્રોપલેટ્સ હોય છે. ઇ-નોઝ વોલાટાઇલ ઓર્ગેનિક કમ્પાઉન્ડસમાં રહેલા કેમિકલની તપાસ કરી બીમારીની ઓળખ કરે છે. સૌથી પહેલા આવું કંઇક કરી શકાય તેવો વિચાર 1970માં આવ્યો હતો. ત્યારબાદ વૈૈજ્ઞાાનિકોને આ ડિવાઇસ બનાવવામાં 51 વર્ષ લાગ્યા હતા. હાલ દુનિયાના ઘણા દેશોમાં આનું ટ્રાયલ ચાલી રહ્યું છે જેમાં યૂકેમાં સામે આવેલા પરિણામો બહુ અસરકારક છે. વૈજ્ઞાાનિકો દ્વારા એવી પણ કોશિશ કરવામાં આવી રહી છે કે ડિવાઇસ એ પણ જણાવી શકે કે બીમારીના હિસાબથી દર્દી માટે કઇ દવા સારી રહેશે. આ ટેકનોલોજી દ્વારા દુનિયાભરના ઘણા દેશોમાં શ્વાસ સબંધી ક્લિનિકલ ટ્રાયલ ચાલી રહ્યું છે. જેમાં કેન્સર સાથે સંકળાયેલ ટ્રાયલ પણ સામેલ છે. ટ્રાયલનું લક્ષ્ય કેન્સરની સમયથી પહેલા ઓળખ કરવાનો છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો