હવે કોર્પો. અમિતનગર બ્રિજ નીચે વાહન ર્પાિંકગનો ચાર્જ વસૂલશે - Sandesh
  • Home
  • Baroda
  • હવે કોર્પો. અમિતનગર બ્રિજ નીચે વાહન ર્પાિંકગનો ચાર્જ વસૂલશે

હવે કોર્પો. અમિતનગર બ્રિજ નીચે વાહન ર્પાિંકગનો ચાર્જ વસૂલશે

 | 3:38 am IST

અત્યાર સુધી લોકો વિના મૂલ્યે વાહનો પાર્ક કરતા હતા

પે એન્ડ પાર્કનો કોન્ટ્રાક્ટર મ્યુનિ. કોર્પોરેશનને વર્ષે રૃ.૩૭.૨૦ લાખ ચૂકવશે

ા વડોદરા ા

શહેરના વીઆઈપી રોડ પર આવેલા અમિતનગર ફ્લાય ઓવર બ્રીજ નીચે લોકો અત્યાર સુધી વિના મૂલ્યે વાહનો પાર્ક કરતા હતાં, પરંતુ કોર્પાેરેશને હવે આવકના નવા સ્ત્રોત તરીકે આ બ્રીજ નીચેના ૧૪ ગાળા કોન્ટ્રાક્ટ પર આપી દેવાની છે. જેનાથી કોર્પાેરેશનને મહિને રૃ. ૩.૨૦ લાખ અને વર્ષે રૃ.૩૭.૨૦ લાખની આવક થશે. જો કે, અત્યાર સુધી વિના મૂલ્યે વાહન પાર્ક કરનાર લોકોએ હવે પછી ત્યાં પે એન્ડ પાર્કમાં પોતાનુ વાહન મૂકવા માટે રૃપિયા ચૂકવવા પડશે.

વાત એવી છે કે, વડોદરાથી હાલોલ, વાઘોડિયા અને તેની આસપાસની કંપનીઓના કર્મચારીઓ તેમજ અમદાવાદ તરફ જનારા મુસાફરો પોતાના વાહનો અમિતનગર બ્રીજ નીચે અત્યાર સુધી વિના મૂલ્યે પાર્ક કરતા આવ્યા છે. એટલુ જ નહીં, અમિતનગર બ્રીજની આસપાસની હોસ્પિટલો, હોટલો, રેસ્ટોરાં, સહિતની આસપાસની કોર્મિસયલ મિલકતો કે જ્યાં ર્પાિંકગની પૂરતી સવલત નથી ત્યાંના લોકો પણ પોતાના વાહનો પાર્ક કરતા રહે છે. અત્યાર સુધી તો આ બધા લોકોએ વિના મૂલ્યે વાહનો પાર્ક કર્યા પરંતુ આ બ્રીજ નીચેની જગ્યા આવકનુ નવુ સાધન બની શકે તેમ હોવાથી કોર્પાેરેશને બ્રીજ નીચેના ૧૪ ગાળા પે એન્ડ પાર્ક માટે આપવા જાહેર હરાજી યોજી હતી.

ગઈ તા. ૧૬મી નવેમ્બરના રોજ કોર્પાેરેેશનના ખંડેરાવ માર્કેટ બિલ્ડીંગ ખાતે જાહેર હરાજીમાં માત્ર બે જ વેપારીએ ભાગ લીધો હતો. મિનિમમ્ અપસેટ વેલ્યુ રૃ. ૩ લાખ નક્કી કરાયા મુજબ હરાજીમાં બોલી રૃ. ૩ લાખથી શરૃ થઈ હતી.

જેમાં વસરામ દાનાભાઈ ભરવાડે રૃ. ૩.૧૦ લાખની સૌથી વધુ બોલી કહી હતી. મહિનાના રૃ. ૩.૧૦ લાખ મુજબ વર્ષના રૃ. ૩૭.૨૦ લાખ હવે તે વેપારીએ આ કોન્ટ્રાક્ટ મુજબ કોર્પાેરેેશનમાં ભરવા પડશે. હજૂ વાહનોના ર્પાિંકગની કેટલી ફી લેવી તે નક્કી કરાયુ નથી. તેમજ ક્યારથી પે એન્ડ પાર્ક શરૃ થશે તે પણ હજૂ નક્કી કરાયુ નથી, પરંતુ આ બાબતે મંજૂરી માગતી દરખાસ્તને સ્થાયી સમિતિ લીલીઝંડી આપી દીધી છે.

;