હવે ક્રિકેટ એમ્પાયરો માટે બીસીસીઆઈએ શરૂ કરી અનોખી ક્લાસ - Sandesh
  • Home
  • Sports
  • હવે ક્રિકેટ એમ્પાયરો માટે બીસીસીઆઈએ શરૂ કરી અનોખી ક્લાસ

હવે ક્રિકેટ એમ્પાયરો માટે બીસીસીઆઈએ શરૂ કરી અનોખી ક્લાસ

 | 11:16 am IST

ભારતમાં ક્રિકેટ એમ્પાયરોનું સ્તર વધારવા અને મેચ અધિકારીઓમાં સુધાર લાવવાવા લક્ષ્ય સાથે બીસીસીઆઈએ એક નવી આઈડિયા અપનાવી છે. હવે ભારતીય બોર્ડ એક નવા અભિયાન ઉપર કામ કરી રહ્યું છે. જેમાં તે પોતાના એમ્પાયરોને અંગ્રેજી ભાષા અને સંવાદ શીખવી રહી છે.

એમ્પાયરો માટે બનાવેલી બીસીસીઆઈની આ અંગ્રેજીની ક્લાસની પહેલી બેંચ 12 થી 16 જુલાઈ વચ્ચે સફળતાપૂર્વક પૂરી કરવામાં આવી હતી. જ્યારે મંગળવારે બીજી બેન્ચની શરૂઆત થઈ તે 23 જુલાઈ સુધી ચાલશે. બીસીસીઆઈએ આ વિશેની માહિતી તેમની વેબસાઈટ ઉપર આપી હતી. આ અંગ્રેજી ક્લાસનો કોર્સ બ્રિટીશ કાઉન્સિલ અને આંતરાષ્ટ્રીય ક્રિકેટ પરિષસદ (આઈસીસી)એ મળીને તૈયાર કર્યો છે. આ અભિયાન દરમિયાન એમ્પાયરને તે પણ શિખાડવામાં આવશે કે કેપ્ટન અને ખેલાડીઓ સાથે કઈ રીતે સંવાદ કરવો. તે ઉપરાંત કઈ રીતે બેઠક કરવામાં આવે અને કઈ રીતે થર્ડ એમ્પાયર સાથે ચર્ચા કરવામાં આવે.