હવે શાહરુખ ખાન સામે ઉતરશે વિદ્યા બાલન - Sandesh
  • Home
  • Entertainment
  • હવે શાહરુખ ખાન સામે ઉતરશે વિદ્યા બાલન

હવે શાહરુખ ખાન સામે ઉતરશે વિદ્યા બાલન

 | 4:15 pm IST

લાગે છે કે ધીમે ધીમે શાહરુખ ખાનનો દબદબો ઓછો થતો જાય છે. તેના કારણે જ તેમની ફિલ્મની સામે અન્ય ફિલ્મ નિર્માતાઓ પોતાની ફિલ્મ રિલીઝ કરવાથી ડરતા નથી. શાહરુખની આગામી ફિલ્મ ‘ડિયર ઝીંદગી’ 25 નવેમ્બરના રોજ રિલીઝ કરવાની ધોષણા કરવામાં આવી છે. ભલે આ ફિલ્મમાં શાહરુખનો રોલ માત્ર 30 મિનિટનો હોય, પરંતુ આ રોલ નાનો પણ ન કહેવાય. આ ફિલ્મ સામે વિદ્યા બાલનની ‘કહાની 2’ રિલીઝ થશે. ‘ડિયર ઝીંદગી’ના નિર્માતાઓ વિચારી રહ્યાં છે કે કિંગ ખાનની ઉપસ્થિતીના કારણે કદાચ ‘કહાની 2’ની તારીખ બદલવામાં આવે, પરંતુ ‘કહાની 2’ના નિર્માતા પોતાની ફિલ્મ તે જ દિવસે રિલીઝ કરવાનું વિચારી રહ્યાં છે.

નોંધપાત્ર છે કે ફિલ્મ “કહાની”માં વિદ્યા બાલને જોદરદાર અભિનય કર્યો હતો ત્યારે તેની જ સિકવલ ફિલ્મ “કહાની-2” દ્વારા તેણી મોટા પર્દે ફરી એક વખત જોવા મળશે.  વિદ્યાએ કહાનીમાં એક ગર્ભવતી મહિલાનો કિરદાર નિભાવ્યો હતો. જે તેના પતિને શોધવાના મિશન પર હતી. આ ફિલ્મની સીક્વલ ‘કહાની 2’ 25 નવેમ્બરે રિલીઝ થવાની છે.