હાંફેશ્વર કલહંસેશ્વર શિવધામ શ્રદ્ધાળુઓ માટે આસ્થાનું કેન્દ્ર - Sandesh
  • Home
  • Baroda
  • હાંફેશ્વર કલહંસેશ્વર શિવધામ શ્રદ્ધાળુઓ માટે આસ્થાનું કેન્દ્ર

હાંફેશ્વર કલહંસેશ્વર શિવધામ શ્રદ્ધાળુઓ માટે આસ્થાનું કેન્દ્ર

 | 2:30 am IST

વડોદરા, તા. ૧૧

ક્વાંટ તાલુકાના કડીપાણી નજીક આવેલ હાંફેશ્વર તીર્થ ખાતે કલહંસેશ્વર શિવધામ શ્રધ્ધાળુઓ માટે આસ્થાનુ પ્રતિક છે. નર્મદા માતાની પરિક્રમા કરનારાઓ માટે વિશેષ મહત્વ ધરાવે છે. રસ્તાની અગવડતાના કારણે ચોમાસા સિવાયા દિવસોમાં શિવ ભક્તોની અવર જવર રહે છે.

  • ગુજરાત, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશના ત્રિભેટે આવેલા

છોટાઉદેપુર જિલ્લાના ક્વાંટ તાલુકાનું હાંફેશ્વર, જે માતા નર્મદાના જીવનદાયક અમૃત સમાન આગમનને ગુજરાતના દ્વારે વધાવે છે. આ કુદરતના ખોળે બેઠેલું પુરાતન શિવતીર્થ છે. આ ભૂમિને હેડંબા વન તરીકે પણ ઓળખવામાં આવે છે. એટલે કયારેક આ ધરતી પર રાજપાટથી વિમુખ થયેલા પાંચ પાંડવોએ વિચરણ કર્યું હશે એ નિિૃત છે. હાંફેશ્વરમાં ત્રણ રાજ્યો ગુજરાત, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશની સરહદોનું મિલન થાય છે અને આ સ્થળ નર્મદા માતાની પરિક્રમા ક રનારા ભાવ કિો માટે વિસામાનું સ્થળ પણ છે.

હાંફેશ્વર એ ગામનુ નામ છે . જયાંના શિવાલયોમાં કલહંસેશ્વર મહાદેવ બિરાજમાન છે. કહેવાય છે કે, ઋષિ માર્કંડેયએ અત્રે કલહંસેશ્વર સ્વરૃપ શિવના પ્રાગટયની કથા પાંચ પાંડવો પૈકીના જયેષ્ઠ પુત્ર યુધિષ્ઠીરને સંભળા વી હતી. એ કથા અનુસાર આ સ્થળે કલહંસ ઋષિએ અઘોર તપ આદર્યુ હતું. તે સમયે દેવાધિદેવ ઇન્દ્ર તપસ્વીની કસોટી કરવા ગટ થયા તા અને જગતના જે વૈભવ જોએ તે આપવાની તત્પરતા દર્શાવી હતી. પરંતુ એ મહા તપસ્વીએ તો ફકત શંકર ભગવાનના દર્શન કરવાની ઇચ્છા વ્યકત કરી અને દેવરાજનાં આર્િશવાદથી મહાદેવે કલહંસને દર્શન આપ્યા. ઋષિએ ભાવિક ભક્તોને સદૈવ અને સદાકાળ શિવની અત્રે અનુભૂતિ થાય એ વી ઇચ્છા શંકર ભગવાન સમક્ષ પ્રગટ કરી તેના પગલે કલહંસેશ્વર શિવનું આ ધામ અસ્તિત્વમાં આવ્યું. અત્રે પૂજન, અર્ચન , દાન, હોમ- હવન કરાવનારાઓની મનોકામના પૂર્ણ થાય છે એવી દ્રઢ શ્રધ્ધા વર્તમાન છે.

ચોમાસાના ચાર મહીના બાદ કરતા આઠ મહીના થોડી મુશ્કેલી વેઠીને આ સ્થળે પહોંચી કલહંસેશ્વર મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન