હાંસોટમાં છાશવારે બંધ થઇ જતી સ્ટ્રીટ લાઈટોથી ગ્રામજનોને હાલાકી - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Newspaper
  • હાંસોટમાં છાશવારે બંધ થઇ જતી સ્ટ્રીટ લાઈટોથી ગ્રામજનોને હાલાકી

હાંસોટમાં છાશવારે બંધ થઇ જતી સ્ટ્રીટ લાઈટોથી ગ્રામજનોને હાલાકી

 | 3:17 am IST

ા હાંસોટ ા

હાંસોટ નગર માં તહેવારો ટાંકણે જ સ્ટ્રીટ લાઈટ બંધ રહેતા આ અંગેનાં સમાચાર વર્તમાન પત્રોમાં છપાયા હતા. જે અનુસંધાને આજરોજ હાંસોટ ગ્રામ પંચાયત દ્વારા જીઇબીના અઘિકારીને પત્ર દ્વારા જાણ કરી હતી કે હાલમાં હાંસોટ નગરમાં છાસવારે સ્ટ્રીટ લાઈટ બંઘ થાય છે.

આ બાબતે અમોએ વારંવાર આપના વિજ કર્મચારી ને જાણ કરેલ કે આમ કેમ થાય છે? નવો બલ્બ નાંખ્યો હોય તો એક સપ્તાહમાં જ એ બલ્બ ઉડી જાય છે, તો તાકીદે હાંસોટ જીઇબી તાત્કાલિક ઘોરણે સ્ટ્રીટ લાઈટ અને મેઇન લાઇન જે એક જ લાઈનમાં છે તેને બદલે જો તેને અલગ અલગ કરવામાં આવે તો પંચાયત ને પણ આર્થિક નુકશાન વેઠવું ન પડે. અને લોકો ને પણ સ્ટ્રીટ લાઈટ અંગેની ફ્રિયાદ ન રહે.

હવે જોવાનું એ રહે છે કે જીઇબી પંચાયત ની આ ફ્રિયાદ ને કેટલી ગંભીરતા થી લે છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો

;