હાઇ સ્પીડ બુલેટ ટ્રેનનું ભાડું વિમાન કરતાં પણ ઓછું હશે :પ્રભુ કરાવશે સસ્તી બુલેટ સવારી - Sandesh
  • Home
  • India
  • હાઇ સ્પીડ બુલેટ ટ્રેનનું ભાડું વિમાન કરતાં પણ ઓછું હશે :પ્રભુ કરાવશે સસ્તી બુલેટ સવારી

હાઇ સ્પીડ બુલેટ ટ્રેનનું ભાડું વિમાન કરતાં પણ ઓછું હશે :પ્રભુ કરાવશે સસ્તી બુલેટ સવારી

 | 8:16 pm IST

દેશમાં બુલેટ ટ્રેન શરૂ થવા પહેલા તેના અંગે વિવિધ વાતો થઇ રહી છે. જેમાં અગાઉ એવી વાતો સામે આવી હતી કે આ ટ્રેન પાણીની અંદર અને જમીનના ઉપરથી પસાર થશે જે પછી હાલમાં તેના ભાડા અંગે કેન્દ્રીય રેલવે મંત્રી સુરેશ પ્રભુએ જણાવ્યું કે, તેનું ભાડું વિમાનના ભાડા કરતાં પણ ઓછું હશે.

સંસદમાં ચોમાસું સત્ર દરમિયાન લોકસભામાં પ્રશ્નકાળમાં સુરેશ પ્રભુએ દેશના મહત્વકાંક્ષી યોજનાની પૂરા થવાની ખાત્રી આપતાં કહ્યું કે, આ હાઈ સ્પીડ પ્રોજેક્ટ કોસ્ટને અસર કરી શકે પરંતુ તેની મુસાફરી વિમાની સેવા કરતાં સસ્તી હશે. દેશની પહેલી હાઇ સ્પીડ બુલેટ ટ્રેન મુંબઈ થી અમદાવાદ વચ્ચેનું 508 કિમીનું અંતર 2 કલાકમાં પૂર્ણ કરે તેવું અનુમાન છે. તેમજ ટ્રેનની મહત્મ ઝડપ 350 કિમી પ્રતિ કલાકની રહેવાની પણ શક્યતા છે.

હાલ દેશમાં દોડતી દુરાન્તો એક્સપ્રેસ બે શહેરનું અંતર કાપવા માટે સાત કલાક જેટલો સમય લઇ રહી છે. આ ઉપરાંત જ્યારે સુરેશ પ્રભુને પૂછવામાં આવ્યું કે, શું ટ્રેનના કારણે અન્ય રાજ્યોના ભંડોળ પર કોઇ અસર થશે? જેના જવાબમાં તેમણે કહ્યું કે, આ હાઇ સ્પીડ રેલવે પ્રોજેક્ટને જાપાનની આંતરરાષ્ટ્રીય એજન્સી દ્વારા ટેકનિકલ અને આર્થિક મળશે. તેમજ દરેક રાજ્યને પહેલા કરતાં વધુ ભંડોળ આપવામાં આવ્યું જ છે. જેથી તેના પર કોઇ પણ પ્રકારનું ભારણ આવી શકે તેમ નથી.

મોદી સરકાર હાઇ સ્પીડ રેલ પ્રોજેક્ટ માટે જાપાનની મદદ લઇ રહ્યુંછે. આ પ્રોજેક્ટ માટે જાપન તરફથી રૂ. 97,636 કરોડમાંથી 81 ટકા લોન સ્વરૂપે આપવામાં આવ્યા છે. જેના અંગે હાલ કોઇ પણ વ્યાજ ચુકવાવનું રહેશે નહીં.

આ ઉપરાંત પ્રભુએ પોતાના નિવેદનમાં જણાવ્યું કે, રેલવે સેમી અને હાઇ સ્પીડ રેલ માટે 9 કોરિડોરની તૈયારી કરવામાં આવી છે. આ કોરિડોરમાં દિલ્હી-ચંડીગઢ, ચેન્નાઇ-બેંગ્લુરૂ-મૈસુર, દિલ્હી-કાનપુર, નાગપુર-બિલાસપુર, મુંબઇ-ગોવા, મુંબઇ-અમદાવાદ, ચેન્નાઇ-હૈદરાબાદ અને નાગપુર-સિકંદરાબાદના રૂટનો પણ સમાવેશ થાય છે. જેના પર પણ આગામી સમયમાં કામ કરવામાં આવશે.