હાર્દિકના સમર્થનમાં સૌરાષ્ટ્રમાં ઉપવાસ,વિરોધ પ્રદર્શન - Sandesh
  • Home
  • Rajkot
  • હાર્દિકના સમર્થનમાં સૌરાષ્ટ્રમાં ઉપવાસ,વિરોધ પ્રદર્શન

હાર્દિકના સમર્થનમાં સૌરાષ્ટ્રમાં ઉપવાસ,વિરોધ પ્રદર્શન

 | 1:01 am IST

  • ભેંસાણ, જામજોધપુર બંધ : વિસાવદરમાં ખાડામાં ઉપવાસીની તબિયત લથડી
    ભેંસાણ અને જામજોધપુરમાં સજ્જડ બંધ પાળવામાં આવ્યો હતો. જ્યારે અન્ય સ્થળોએ રામધૂન, ઉપવાસ, મૂંડન સહિતના કાર્યક્રમો યોજાયા હતા. જામજોધપુરમાં વેપાર, ધંધા, શૈક્ષણિક સંકૂલોએ બંધ પાળી ઉપવાસને ટેકો આપી પાટીદાર સમાજ ખાતે બપોરે ૩ વાગ્યે હાર્દિકના સ્વાસ્થ્ય માટે રામધૂન કરી હતી.

જોડિયા તાલુકાના પીઠડ ગામે પાટીદાર સમાજે રામધુનનો કાર્યક્રમ યોજી પાસના કાર્યક્રમને સમર્થન આપ્યું હતું.

વિસાવદરમાં નવતર કાર્યક્રમો વચ્ચે ખાડામાં ઉતરેલા ઉપવાસી લાલજીભાઈ બાવાભાઈ કોટડીયાને તાત્કાલિક હોસ્પિટલે ખસેડી ગ્લુકોઝના બાટલા ચડાવાયા છે. આ ઉપરાંત રાવણી કુંબા ગામે પણ પાટીદાર લોકો દ્વારા થાળી-વેલણનો ઘંટનાદ કરવામાં આવ્યો હતો.