હાર્મની હોટલના માલિક કાનજીની જામીન અરજીની આજે સુનાવણી - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Newspaper
  • હાર્મની હોટલના માલિક કાનજીની જામીન અરજીની આજે સુનાવણી

હાર્મની હોટલના માલિક કાનજીની જામીન અરજીની આજે સુનાવણી

 | 3:41 am IST

હાઈપ્રોફાઈલ રેપકેસમાં રાજુ ભટ્ટને ભગાડવાની ભૂમિકામાં સંડોવણી

એપ્રિલ ૨૦૨૦માં પીડિતાને ૨૦ દિવસ સુધી હોટલમાં રાખી હતી

વડોદરા ઃ શહેરના હાઈપ્રોફાઈલ રેપ કેસમાં આરોપી એવા પાવાગઢ મહાકાળી ટેમ્પલ ટ્રસ્ટના ટ્રસ્ટી રાજુ ભટ્ટને ભગાડવા માટે મદદગારી કરીને રોકડા રૂ. ૭૦ હજાર આપનાર રાજુ ભટ્ટના ભાગીદાર અને અત્રેની રેલવે સ્ટેશન પાછળના વિસ્તારમાં આવેલી હાર્મની હોટલના માલીક કાનજી મોકરીયાએ જેલમાંથી મુકત થવા માટે સેશન્સ કોર્ટમાં જામીન અરજી મુકી છે. ગત એપ્રીલ ૨૦૨૦માં લૉક ડાઉન વખતે કાનજીએ પીડિતાને ૨૦ દિવસ સુધી હાર્મની હોટલમાં રાખી હતી. જામીન અરજીની સુનાવણી આવતીકાલે તા.૧૨મી ઓકટોબરે હાથ ધરાશે.  

શહેરની ખાનગી યુનિવર્સિટીમાં કાયદાનો અભ્યાસ કરતી ૨૪ વર્ષીય વિદ્યાર્થિની સાથે દુષ્કર્મ ગુજારવાના કેસમાં એસ.આઈ.ટી.એ સૌ પ્રથમ ધરપકડ હાર્મની હોટલન્ાા માલીક કાનજી અરજણભાઈ મોકરીયા (..૫૬) (રહે, ફોર્ચ્યુન એમ્પાયર,અલકાપુરી સોસાયટી)ની થઈ હતી. ગત એપ્રીલ ૨૦૨૦માં લૉક ડાઉનના સમયે (બનાવ બનતા પહેલા) કાનજી મોકરીયાએ દુષ્કર્મનો ભોગ બનેલી પીડિતાને ૨૦ દિવસ સુધી હાર્મની હોટલમાં રાખી હતી. આ હોટલમાં રાજુ ભટ્ટ પીડિતાને મળવા માટે આવ્યો હતો.  

તા.૧૯મી સપ્ટેમ્બર ૨૦૨૧ના રોજ એફ.આઈ.આર. નોંધાયા પછી આરોપી રાજુ ઉર્ફે હેમંત ત્રંબકલાલ ભટ્ટ (રહે, મિલન પાર્ક, નિઝામપુરા)ને ભગાડવા માટે મદદગારી કરી હતી. ક્રાઈમ બ્રાન્ચની તપાસમાં એવી હકીકત પણ સામે આવી હતી કે રાજુ ભટ્ટને રોકડા રૂ. ૭૦ હજાર આપ્યા હતા. આરોપી કાનજી મોકરીયા હાલમાં જેલમાં છે. જામીન ઉપર મુકત થવા માટે તાજેતરમાં સેશન્સ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી. જેની સુનાવણી આવતીકાલે તા.૧૨મીએ હાથ ધરાશે આરોપીને જામીન નહીં આપવા માટેના કારણો સાથેનું સોગંદનામુ પોલીસ દ્વારા સુનાવણી વખતે રજુ કરવામાં આવશે.

ચકચારી દુષ્કર્મ કેસના આરોપી રાજુ ભટ્ટને અમદાવાદ સિવિલમાં ખસેડાયો

વડોદરા ઃ શહેરના ગોત્રી વિસ્તારમાં ચકચારી બની ચુકેલા દુષ્કર્મ કેસના આરોપી અને પાવાગઢ મંદિરના પૂર્વ ટ્રસ્ટી હેમંત ઉર્ફે રાજુ ભટ્ટની ત્રણ દિવસથી સયાજી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. જ્યાં સોમવારે સાંજે આરોપીને અમદાવાદ સિવિલ હોસ્પિટલના હાયર સેન્ટરમાં રિફર કરવામાં આવ્યો છે. ગોત્રી પોલીસ મથકે નોંધાયેલા દુષ્કર્મ કેસના આરોપી હેમંત ઉર્ફે રાજુ ભટ્ટની સેન્ટ્રલ જેલમાં ૮ તારીખે વહેલી સવારે સાડા પાંચ વાગ્યાના અરસામાં એકાએક તબીયત લથડતા તેને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જેમાં આરોપીને હાયપર ટેન્શનને કારણે મગજ સુધી લોહિ પહોંચાડતી નસ સંકોચાઈ જતા લોહિ મગજ સુધી પહોંચી ન શકવાને કારણે તેની તબિયત લથડી હતી. જેથી એસએસજીમાં તેને આઈસીસીયુ માં રાખવામાં આવ્યો હતો. તેવામાં સોમવારે સાંજે આરોપી રાજુ ભટ્ટને વધુ સારવાર અર્થે અમદાવાદ સિવિલ હોસ્પિટલના હાયર સેન્ટરમાં રીફર કરવામાં આવ્યો હતો.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો

;