હાલોલના કથોલા ગામે કલેકટર દ્વારા રાત્રી ગ્રામ સભાનું આયોજન - Sandesh
  • Home
  • Baroda
  • હાલોલના કથોલા ગામે કલેકટર દ્વારા રાત્રી ગ્રામ સભાનું આયોજન

હાલોલના કથોલા ગામે કલેકટર દ્વારા રાત્રી ગ્રામ સભાનું આયોજન

 | 2:03 am IST

જાંબુઘોડા ઃ હાલોલ તાલુકાના કથોલામાં જિલ્લા કલેકટર ઉદિત અગ્રવાલની ઉપસ્થિતિમાં રાત્રી ગ્રામસભા યોજાઇ.

ગત ૧૨મી તારીખે હાલોલ તાલુકાનાં કથોલા ગામે રાત્રી ગ્રામસભા યોજાઇ હતી. આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી એ.જે. શાહ સહિત જિલ્લાનાં તમામ સંકલન અધિકારીઓની ઉપસ્થિતિમાં ગામમાં થયેલા વિકાલ કાર્યો અને વિવિધ યોજનાઓ અંતર્ગત, રસીકરણની જાણકારી આપવા સાથે પ્રધાનમંત્રી આવાસ યોજના અને અન્ય સરકારી સહાયોની માહિતી પણ આપવામાં આવી હતી. કલેકટરે ગ્રામજનોની વિવિધ સમસ્યાઓને સાંભળી હતી. તેમજ સમસ્યાઓનું હકારાત્મક નિરાકરણ સમય મર્યાદામાં કરવા સંબંધિત અધિકારીઓને સુચનાઓ આપી હતી. આ ઉપરાંત મતદાર યાદી સુધારણા કાર્યક્રમ હેઠળ મતદાર યાદીમાં નોંધાવવા જણાવ્યું હતું.

 

;