હાલોલમાં ભૂરું કેરોસીન સફેદ બનાવવાના ષડયંત્રનો પર્દાફાશ - Sandesh
  • Home
  • Baroda
  • હાલોલમાં ભૂરું કેરોસીન સફેદ બનાવવાના ષડયંત્રનો પર્દાફાશ

હાલોલમાં ભૂરું કેરોસીન સફેદ બનાવવાના ષડયંત્રનો પર્દાફાશ

 | 3:22 am IST

 

ય્ૈંડ્ઢઝ્રમાંથી શંકાસ્પદ કેરોસીનનો ૨૦૦ લિટરનો જથ્થો જપ્ત

પોલીસે એકની અટકાયત કરી, અન્ય એકની શોધખોળ આદરી

। હાલોલ ।

ગોધરા એસ.ઓ.જી પોલીસને મળેલ બાતમીના આધારે ગત રોજ હાલોલ ય્ૈંડ્ઢઝ્ર ખાતે આવેલા એક શેડમાં છાપો મારતા સરકારી રેશનીંગનું ભુરા રંગનું ૨૦૦ લીટર કેરોસીન તથા અન્ય કેમીકલ, ગેસની સગડી, ગેસના બોટલ, રસાયણ સંગ્રહ કરવાની ટાંકીનો જથ્થો મળી આવતા પોલીસે ભુરા કેરોસીનમાંથી સફેદ બનાવવાનો પર્દાફાશ કરી બનાવ સ્થળે હાજર એકની અટકાયત કરી ફેકટરીમાં રાખેલ કેમીકલ્સની એફ.એસ.એલ.ની મદદથી તપાસ હાથ ધરી છે.

પોલીસ વર્તુળ દ્વારા પ્રાપ્ત માહિતી મુજબ ગોધરા એસ.ઓ.જી.ને બાતમી મળી હતી કે હાલોલ ય્ૈંડ્ઢઝ્રના પ્લોટ નં. ૯૩૦માં સરકારી રેશનીંગનું ભુરા રંગનું કેરોસીનમાં કેમીકલ્સ નાંખી તેને સફેદ કરવાનું તથા ભઠ્ઠીમાં પ્રોસેસ કરી જુદા જુદા રસાયણો ભેગા કરી વધુ રસાયણ ગેરકાયદેસર બનાવાઈ રહ્યાં છે. જેથી પોલીસે બાતમીવાળી જગ્યાએ છાપો મારતા સ્થળ પર હાજર જશવંતભાઇ હિંમતભાઇ પટેલ મળી આવ્યો હતો. પ્લોચમાં તપાસ કરતા સરકારી ક્વોટાનું રેશનીંગ ભૂરા રંગનું અનઅધિકૃત કેરોસીન ૧ બેરલ ૨૦૦ લીટર, ઔઅલગ અલગ પ્રકારના રસાયણ યુક્ત પ્રવાહી ભરેલા બેરલ નંગ ૨૦૭, ગેસની સગડી નંગ-૬, ગેસના બોટલ નંગ -૪, તથા રસાયણ સંગ્રહ કરવાની ટાંકી નંગ-૪ તથા રસાયણ ખેંચવા માટે ઇલેકટ્રીક મોટર નંગ-૨ ખાલી બેરલ નંગ. ૧૧૮ મળી આવતા પોલીસ ચોંકી ઉઠી હતી.

રસાયણનો પ્રકાર અને તેની માનવ વસ્તી પર અસર જોખમ કરતાને ધ્યાનમાં રાખી સ્થળ પર આજે એફ.એસ.એલ દ્વારા તપાસ હાથ ધરી હતી. પોલીસે જશવંતભાઇ હિંમતભાઇ પટેલની અટકાયત કરી અરૃણ પરસોત્તમદાસ સુદનામનો ઈસમ નહી મળી આવતા તેની શોધખોળ હાથ ધરી છે.

હાલોલ જીઆઈડીસી ખાતે બનેલા આ બનાવને પગલે સમગ્ર નગરમાં ચકચાર મચી ગઈ હતી. પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

સફેદ કેરોસીન બજારોમાં મળતું જ નથી!

ઘણા સમયથી આ સફેદ ફ્રી સેલ કેરોસીન સરકારે બંધ કરતાં બજારોમાં મળતું જ નથી તો આ સફેદ કેરોસીન ડિઝલમાં તબદીલ કરવામાં તો નહી આવતુ હોય ને ? તેવા અનેક પ્રશ્નો ચર્ચાઇ રહ્યાં છે.

;