હાલોલમાં મકાન પર લીમડાનું વૃક્ષ તૂટી પડતાં છત તૂટી પડી - Sandesh
  • Home
  • Newspaper
  • હાલોલમાં મકાન પર લીમડાનું વૃક્ષ તૂટી પડતાં છત તૂટી પડી

હાલોલમાં મકાન પર લીમડાનું વૃક્ષ તૂટી પડતાં છત તૂટી પડી

 | 2:45 am IST

છતનો કચ્ચરઘાણ થતાં પરિવાર પર આભ તૂટી પડયું

સદ્નસીબે મકાનમાં હાજર પરિવારનો આબાદ બચાવ થયો

। હાલોલ ।

હાલોલ નગરના મધ્યમાં આવેલા રામપૂરી ફળીયામા રવિવારે સવારના સુમારે પતરાવાળા મકાનની છત પર એકાએક લીમડાના ઝાડ ની તોતિંગ ડાળી પડતા મકાનની છત તૂટી પડી હતી. સદ્નસીબે મકાનમાં હાજર પરિવારનો આબાદ બચાવ થયો હતો બનાવની જાણ હાલોલ ફાયર ફાઈટર ની ટીમને કરતા ફાયર ફાઈટરે ઘટના સ્થળે પહોંચી ડાળને હટાવવા કવાયત હાથ ધરી હતી.

હાલોલના રામપુરી ફળીયામા રહેતા નયનાબેન પરમારના મકાન પર વિશાળ લીમડાના ઝાડની એક તોતિંગ મોટી ડાળી તૂટીને પડી હતી. નયના બેન સહિત પરિવારજનો ઘરમાં હતા. જોકે સદ્નસીબે કોઈને પણ કોઈ જાનહાનિ થઈ ન હતી. ડાળી મકાનની છત પર તૂટી પડતા લોકો દોડી આવ્યા હતા અને પરિવારજને બહાર કાઢી બનાવ અંગે ફાયર ફાઈટરને જાણ કરી હતી. જેને લઈ ફાયર ફાઈટર ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો આવી મકાનની છત પર પડેલ વૃક્ષની ડાળીને હટાવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન