હાલોલમાં વૃદ્ધ ઉદ્યોગપતિએ ફાંસો ખાઈને આપઘાત કરતાં ચકચાર - Sandesh
  • Home
  • Newspaper
  • હાલોલમાં વૃદ્ધ ઉદ્યોગપતિએ ફાંસો ખાઈને આપઘાત કરતાં ચકચાર

હાલોલમાં વૃદ્ધ ઉદ્યોગપતિએ ફાંસો ખાઈને આપઘાત કરતાં ચકચાર

 | 2:45 am IST

પ્લાસ્ટિક પર પ્રતિબંધ આવતાં તણાવમાં રહેતા હતાં

પ્લાસ્ટિક ઉદ્યોગ સાથે સંકળાયેલા ઉદ્યોગપતિઓમાં ગમગીની ફેલાઈ

। હાલોલ ।

હાલોલ શહેરના ગોધરા રોડ ખાતે આવેલ વેણુપાર્ક સોસાયટીમાં રહેતા અને હાલોલ જી.આઈ. ડી.સી.ખાતે પ્લાસ્ટીક એકમ સાથે જોડાયેલા ૬૦ વર્ષીય આધેડ ઇસમે આર્િથક સંકડામણ ના તણાવમાં આવી જઇ ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવતા ખળભળાટ મચી જવા પામ્યો હતો. આ બનાવને પગલે પ્લાસ્ટીક ઉદ્યોગ સાથે સંકળાયેલા ઉદ્યોગપતિઓમાં ગમગીની ફેલાઈ છે.

હાલોલ શહેરના ગોધરા રોડ ખાતે આવેલી વેણુપાર્ક સોસાયટીમાં રહેતા રાજેન્દ્રસિંહ રતનસિંહ કુશવા (ઉ.વ.૬૦) પોતાની પત્ની ઈન્દિરાદેવી તેમજ નાના પુત્ર કિસાનસિંહ તેમજ પુત્રવધુ સાથે રહેતા હતા. હાલોલ જી.આઈ. ડી.સી.ખાતે ઔધોગિક એકમ ધરાવે છે. જે એકમ તેઓએ ભાડે આપ્યો હતો. જેમાં પ્લાસ્ટીક ઝભલા બનવવામાં આવતા હતા. આગામી તા.૨જી ઓક્ટોબરથી સિંગલ યુઝ પ્લાસ્ટીક પર ભારત સરકારે પ્રતિબંધ ફરમાવતા હાલોલ જી.આઈ. ડી.સી.ખાતે આવેલ ૬૦૦ ઉપરાંત એકમો પર તાળા લાગી ગયા હતા. જેમાં રાજેન્દ્રસિંહની કંપની બંધ થતાં છેલ્લા કેટલા દિવસથી તેઓ આર્િથક સંકડામણને લઈ માનસિક તણાવમાં રહેવા લાગ્યા હતા. જેથી ગત રાત્રીએ તેઓએ તેઓએ નાસીપાસ થઈ જઇ રાત્રીના સુમારે પરિવાર સુઈ ગયો હતો તે દરમ્યાન મકાનની પંખાના હુકમાં દોરડી બાંધી ગળે ફાંસો ખાઈ પોતાની જીવન લીલા સંકેલી લીધી હતી.

રાત્રે ત્રણ વાગ્યે તેમના પત્ની ઇન્દિરાદેવીએ બુમાબુમ કરતાં પુત્રે તેઓને નીચે ઉતારી સરકારી હોસ્પિટલે લઈ ગયા હતા. જ્યાં ફરજ પરના તબીબે મોત પામ્યા હોવાનું જણાવતા તેઓના પરિવાર પર આભ તૂટી પડયું હતું. બનાવ અંગેની જાણ પ્લાસ્ટીક ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકોમાં થતા લોકો તેઓના નિવસ્થાને ઉમટયા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન