હાલોલ માં સોનીના ૧૫૨ ગ્રામ સોનાનું પેકેટની તફડંચી - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Newspaper
  • હાલોલ માં સોનીના ૧૫૨ ગ્રામ સોનાનું પેકેટની તફડંચી

હાલોલ માં સોનીના ૧૫૨ ગ્રામ સોનાનું પેકેટની તફડંચી

 | 2:30 am IST

નજર ચૂકનો લાભ લઇ ગેંગનો ખેલ

ા હાલોલ ા

હાલોલ ની મધ્યમાં આવેલ ચોક્સી બજારમાં  સોના ચાંદી ની દુકાન ધરાવતા દુકાનદારને ત્યાં ગ્રાહકના સ્વાગ રચી ૧૫૨ ગ્રામ  સોનાના દાગીનાનું પેકેટ તફ્ડાવી ગેંગ પલાયન થઈ જતા દુકાન માલીકે પોતાના દુકાનમાં ચોરી થયા અંગેની ફ્રિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.

હાલોલ નગર ના મુખ્ય બજાર માં આવેલ સચિન જવેલર્સ નામની દુકાન ધરાવતા સચિન ગોપાલભાઈ સોનીએ સવારે દુકાન ખોલી હતી. બપોરના સમયે અજાણ્યો એક પુરુષ અને કેટલીક સ્ત્ર્રીઓ સોના ચાંદીના દાગીના ખરીદવા માટે આવ્યા હતા. અને ચાંદીના વેઢ બતાવો તેમ કહેતા ફરિયાદી સચીનભાઈ વેઢ બતાવતા હતા. જયારે તેના પિતા ગોપાલભાઈ અન્ય ગ્રાહકને દાગીના બતાવતા હતા. દરમિયાન નજર ચૂકનો લાભ લઇ ચોર ઇસમે બેઠક પર મૂકેલા ૧૫૨ ગ્રામ સોનાનું પેકેટ તફ્ડાવી લીધું હતું. અને થોડી વારમાં જ એકએક કરી તમામ દુકાનમાંથી બહાર જતા રહ્યા હતા.

થોડી વાર પછી પિતા ગોપાલભાઈ ખબર પડતાં  સી.સી.ટી.વી. કેમેરામાં  તપાસ કરતા ગ્રાહકના સ્વાગમાં આવેલ ચોર ટોળકી ચિલ ઝડપ કરી પેકેટ લઈ ગયા હોવાનું માલુમ પડતા બજારમાં હાહાકાર મચી જતા જવા પામી હતી. દુકાન માલીક સચીને હાલોલ ટાઉનપોલીસ મથકે ફ્રીયાદ નોંધાવી હતી.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો

;