હીના સાથે ઝઘડો થતા ૭ મિનિટ સુધી ગળું દબાવીને મારી નાંખી - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Newspaper
  • હીના સાથે ઝઘડો થતા ૭ મિનિટ સુધી ગળું દબાવીને મારી નાંખી

હીના સાથે ઝઘડો થતા ૭ મિનિટ સુધી ગળું દબાવીને મારી નાંખી

 | 3:41 am IST

દર્શનમ ઓએસીસમાં પ્રેમિકાની હત્યા કરનાર સચિનની કબૂલાત

ગાંધીનગર જવા બાબતે ઝઘડો થતા હીનાએ સચિનને લાફો માર્યો હતો

આરોપી સચિનની કસ્ટડી હાલમાં ગાંધીન્ાગર પોલીસ પાસે

ા વડોદરા ા  

ગાંધીનગર જવાનું હતું, પરંતુ હીના જવાની ના પાડતી હતી. જેને લઈ અમારી વચ્ચે ઝઘડો થતાં હીનાએ મારી સાથે ઝપાઝપી કરી લાફો તથા નખ માર્યા હતા. હીના ચીસો પાડતી હોવાથી તેનું ગળું પકડી સાત મિનિટ સુધી દબાવી રાખ્યું હતું, તેનું હલનચલન બંધ થતાં લાશને ચેઈનવાળી બેગમાં ભરી કીચનમાં વૉશ બેસીન નીચે કબાટમાં મુકી દીધી હતી, તેવી કબુલાત ખોડિયારનગર પાસેના દર્શનમ ઓએસીસના મકાન નં. ૧૦૨માં ખૂની ખેલને અંજામ આપનાર આરોપી સચીન દિક્ષિતે પોલીસ સમક્ષ કરી હતી.  

ગાંધીનગર જિલ્લાના પેથાપુર વિસ્તારમાં આવેલી સ્વામીનારાયણ ગૌશાળાના ગેટ પાસે ગત તા. ૮મીએ સચીન નંદકિશોર દિક્ષીત (રહે,ગાંધીનગર) ૯ મહિનાના માસુમ પુત્ર શિવાંસને છોડી કારમાં ભાગી ગયો હતો. ગાંધીનગર પોલીસે સચીનને પકડી પાડી પુછપરછ કરી હતી. જેમાં તેણે એવી હકિકત બહાર આવી હતી કે, ઓગસ્ટ૨૦૧૮માં તેની ઓળખાણ હીના ઉર્ફે મહેંદી સાથે થઈ હતી. ત્યારબાદ બંને વચ્ચે પ્રેમ થયા બાદ શારીરીર સબંધ બંધાયા હતા. જેના પરિણામે તા. ૧૦ ડિસેમ્બર ૨૦૨૦ના રોજ શિવાંસનો જન્મ થયો હતો.  

સચીન તેની પ્રેમીકા હીના અને પુત્ર શિવાંસ સાથે વડોદરાના ખોડિયારનગર પાસે આવેલા દર્શનમ ઓએસીસમાં મકાન ભાડે રાખી રહેતો હતો. તા. ૮ ઓક્ટોમ્બરે સચીન અને હીના વચ્ચે ઝઘડો થયો હતો. જેથી પોતાના પ્રેમ પ્રકરણ તથા પુત્ર બાબતે ઘરે જાણ ન થાય તેવા ડરથી શિવાંસને ગૌશાળા પાસે છોડી દીધો હતો. પોલીસે શિવાંસની માતા બાબતે સચીનની પુછપરછ કરતાં દર્શનમ ઓએસીસના મકાન નં.૧૦૨માં હોવાનું જણાવ્યું હતું. જેથી ગાંધીનગર પોલીસ સચીનને લઈ વડોદરા આવવા નીકળી હતી. જોકે, શહેરમાં પ્રવેશ કરતાં પહેલા દુમાડ ચોકડી પાસે સચીને હીનાની હત્યા કરી નાંખી હોવાનો અણસાર પોલીસને આપી દીધો હતો. જેથી પોલીસ બે પંચોને લઈ દર્શનમ ઓએસીસના જી ટાવરમાં પહોંચી હતી.  

પોલીસે બળનો પ્રયોગ કરી મકાન નં. ૧૦૨નો દરવાજો ખોલતાં જ માથુ ફાડી નાંખે તેવી તીવ્ર દુર્ગધ આવી હતી. પોલીસે દુર્ગધ બાબતે સચીનને પુછતાં મહેંદી ઉર્ફે હીનાના મૃતદેહની હોવાનું જણાવ્યું હતું. પોલીસે હત્યા કરવા પાછળનંુ કારણ પુછતાં સચીને એવી કબુલાત કરી હતી કે, તા. ૮ ઓક્ટોમ્બરે બપોરે સાડાચાર વાગ્યાની આસપાસ મારે ગાંધીનગર જવાનું હતું, પરંતુ હીના જવાની ના પાડતી હતી. જેને લઈને ઝઘડો થયો અને હીનાએ મને લાફો તથા નખ માર્યા હતા. હીના ચીસો પાડતી હોવાથી તેનું ગળું પકડી સાત મિનિટ સુધી દબાવી રાખ્યું હતું. ત્યારબાદ તેનું હલનચલન બંધ થતાં લાશને ચેઈનવાળી બેગમાં ભરી કીચનમાં વૉશ બેસીન નીચે કબાટમાં મુકી દીધી હતી. બનાવની જાણ થતાં બાપોદ પોલીસ પણ સ્થળ પર દોડી ગઈ હતી. પોલીસે એફએસએલની મદદથી તપાસ કરતાં કબાટમાંથી ડિકંમ્પોઝ હાલતમાં હીનાનો મૃતદેહ મળ્યો હતો. બાપોદ પોલીસે સરકાર તર્ફે આરોપી સચીન દિક્ષીત વિરુદ્વ હત્યાનો ગુનો નોંધ્યો છે, પરંતુ શિવાંસને તરછોડવાના કેસમાં સચીનની કસ્ટડી તા. ૧૪ ઓક્ટોમ્બર સુધી ગાંધીનગર પોલીસ પાસે છે. જેથી આગામી દિવસોમાં બાપોદ પોલીસ ટ્રાન્સફર વૉરંટથી આરોપીનો કબજો મેળવશે.  

 

ઘટના બાદના ઝ્રઝ્ર્ફ ફુટેજ ચેક કરી રહ્યાં છે

ડીસીપી લકધીરસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે, મહેંદી ઉર્ફે હીના પેથાણીની હત્યા કર્યા બાદ આરોપી સચીન કારમાં પુત્ર સિવાંશને લઈ ભાગ્યો હતો. તે ક્યાં રસ્તાએથી ગયો છે? તેની માહિતી અમે મેળવી સીસીટીવી ફૂટેજ ચેક કરી રહ્યાં છે. અમારો હેતું આરોપી સચીનને કઠોર સજા કરાવવાનો છે.

મૃતદેહ ભરેલી બેગ નહીં ઊંચકાતા રસોડામાં મૂકી

આરોપી સચીને માસુમ પુત્રની નજર સામે જ પ્રેમીકા મહેંદી ઉર્ફે હીના પેથાણી (ઉં..૨૮) હત્યા કરી નાંખી હતી. ત્યારબાદ મૃતદેહને બેગમાં ભરી તેનો નાશ કરવાનો પ્રયત્ન કર્યો હતો. જોકે, વજનના કારણે મૃતદેહ ભરેલી બેગ નહીં ઉંચકાતા સચીને રસોડામાં મુકી દીધી હતી.  

ધરપકડ કરવા પોલીસે ટ્રાન્સફર વૉરંટ મેળવ્યું

બાપોદ પોલીસે સચીન દિક્ષીત વિરુદ્વ હત્યાનો ગુનો નોંધ્યો છે, પરંતુ સચીન વિરુદ્વ ગાંધીનગરના પેથાપુર પોલીસ મથકમાં પણ આઈપીસી ૩૬૭ હેઠળ ગુનો નોંધાયેલા છે. જેમાં તા. ૧૪ સુધી સચીન રિમાન્ડ પર છે. જેથી મર્ડર કેસમાં આરોપીની ધરપકડ કરવા બાપોદ પોલીસે કોર્ટમાં ટ્રાન્સફર વૉરંટ મેળવવા અરજી કરી હતી.

યુપી જવા નિકળેલા સચિનને પોલીસે દબોચી લીધો

હીનાની ઠંડે કલેજે હત્યા કર્યા બાદ આરોપી સચીન પુત્ર સિવાંશને લઈ ગાંધીનગર ગયો હતો. જ્યાં ગૌશાળા પાસે માસુમને છોડી દીધા બાદ પત્ની આરાધના પાસે ગયો હતો. જ્યાંથી સચીન પત્નીને લઈ એક મોલમાં ખરીદી કરવા પણ ગયો હતો. ખરીદી કરી પરિવાર સાથે યુપી જવા નીકળ્યો હતો. જોકે, પોલીસે રસ્તામાંથી જ આરોપીને દબોચી લીધો હતો.  

સચીને પાછળથી બાથ ભરી હીનાનું ગળું દબાવી દીધું  

ખૂની ખેલના પગલે એફએસએલ અને ફિંગર પ્રિન્ટ નિષ્ણાંતોની ટીમ પણ સ્થળ પર દોડી ગઈ હતી. એફએસએલની પ્રાથમિક તપાસમાં ગળુ દબાવી હીના પેથાણીની હત્યા કરવામાં આવી હોવાનું અનુમાન લગાવ્યું છે. આ ઉપરાંત કેટલાક શંકાસ્પદ ફિંગર મળી છે. સચીને પાછળથી બાથ ભરી હીનાનું ગળું દબાવી તેનો અવાજ હંમેશના માટે બંધ કરી દીધો હતો.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો

;