હીરાગોખ પાસે ગુલાબની ભેટ આપી વેલેન્ટાઇન ડે ની ઉજવણી - Sandesh
NIFTY 10,452.30 -93.20  |  SENSEX 34,010.76 +-286.71  |  USD 64.2100 +0.30
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Baroda
  • હીરાગોખ પાસે ગુલાબની ભેટ આપી વેલેન્ટાઇન ડે ની ઉજવણી

હીરાગોખ પાસે ગુલાબની ભેટ આપી વેલેન્ટાઇન ડે ની ઉજવણી

 | 2:45 am IST

ડભોઈમી હીરાભાગોળના શિલ્પી હીરાધર અને દાસીની અમર પ્રેમનું પ્રતીક

ડભોઈનાં પ્રેમીઓએ વેલેન્ટાઇન ડે ના દિવસે સંસ્મરણો તાજા કર્યાં

ડભોઇ, તા. ૧૪

વિશ્વ વેલેન્ટાઇન ડે ની આજે હોય દરેક નાના- મોટા નગરો અને ગામડામાં વસતા પ્રેમી યુગલો એક બીજાને ગુલાબની તેમજ અલગ અલગ સોગાદો આપી અતૂટ પ્રેમની પ્રતિતિ કરાવવાનો શિલશિલો ચાલુ હોય ડભોઇ હિરાભાગોળની બહાર આવેલા ગુજરાત વ્યાપી હીરાઘર ગોખ કે જે શિલ્પી હીરાધર અને તેનાદાસીની અમર પ્રેમની સાક્ષી સ્વરૃપ ગોખ આવેલો છે. આ ગોખની આગળ જઇ એક બીજાના પ્રેમની પ્રતિતિ કરાવવા ગુલાબ અને ભેટ સોગાદો આપી વેલેન્ટાઇન ડે ની ઉજવણી કરતા રહ્યા હતા. તો બજારોમાં ગુલાબના ફલો અને વિવિધ ભેટ સોગાદોની ધૂમ ખરીદી થઇ હતી. તેમાંય પટેલ વાગામાં રહેતા સમર શાહ અને રૃચીતા શાહે વેલેન્ટાઇન ડે ના દિવસે અમર ગાથાને યાદ કરતા રહ્યા છે અને હીરાગોખ પાસે જ એક બીજાને ગુલાબનું ફુલ આપી વેલેન્ટાઇન ડે ની ઉજવણી કરતા રહ્યા છે.

;