હું અણુ હુમલો કરીને લાખો લોકોને મારી શકું છું : થેરેસા મે - Sandesh
  • Home
  • World
  • હું અણુ હુમલો કરીને લાખો લોકોને મારી શકું છું : થેરેસા મે

હું અણુ હુમલો કરીને લાખો લોકોને મારી શકું છું : થેરેસા મે

 | 3:55 am IST

લંડન :

બ્રિટનનાં નવા વડાપ્રધાન થેરેસા મેએ એક ચોંકાવનારું નિવેદન કરીને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે જો જરૂર પડે તો તેઓ પરમાણુ હુમલો કરીને લાખો લોકોને મારી શકે છે. બ્રિટનની સંસદમાં તેમણે કોઈપણ જાતનાં ખચકાટ વિના આવી જાહેરાત કરતા બ્રિટનની સંસદમાં ખળભળાટ મચી ગયો હતો. પીએમ થેરેસા મે બ્રિટનની સંસદમાં ટ્રાઈડન્ટ અણુ વેપન્સ પ્રોગ્રામનાં નવીનીકરણ અંગેની ચર્ચામાં બોલી રહ્યા હતા. તેમણે આ મામલે કોઈની શરમ રાખ્યા વિના જડબાતોડ જવાબ આપ્યો હતો.  

સંસદમાં ચર્ચા વખતે સ્કોટિશ નેશનલ પાર્ટીનાં સાંસદ જોર્જ ક્રિવેને પીએમને પડકાર ફેંકતા પૂછયું હતું કે શું આપ પરમાણુ હુમલા માટે તૈયાર છો જેમાં લાખો બાળકો, મહિલાઓ અને પુરૂષોનાં મોત થઈ શકે છે ?