હ્યુએન સંગ HUEN TSANG - Sandesh

હ્યુએન સંગ HUEN TSANG

 | 1:56 am IST

હટકે હિસ્ટ્રી : ડો. અનિલ કાણે

તેને ઘણીવાર Xuanzang પણ કહે છે. ચીનના ્ટ્ઠહખ્ત સમયનો એ એક બુદ્ધ ભીખ્ખૂ હતો. ચીનના હેનાન પ્રાંતમાં ઈ.સ. ૬૦૨માં જન્મેલ આ સાધુને બુદ્ધિઝમ વિષેના અર્ધકચરા અને ખોટા ખયાલોને દૂર કરવાની ઈચ્છા હતી, ખાસ કરીને તેની પહેલાના પ્રવાસી સાઘુ ફહિયાન Fa Hian દ્વારા કહેલ માહિતીની ખરાઈ કરવા. ભારતનો પ્રવાસ ખેડવા તેણે ચીનથી મધ્ય એશિયા થઇ ઉત્તરના ખૈબર ઘાટમાંથી પસાર થવું પડયું. ઉત્તરમાં કાશ્મીર, પશ્ચિમમાં સૌરાષ્ટ્ર અને વલ્લભીપુર અને પૂર્વમાં કામરૂપ અને દક્ષિણમાં માલકોટ્ટા વગેરે સ્થળોએ અનેક મઠોમાં રહ્યો. ઘણા વિદ્વાનો જોડે ચર્ચાઓ કરી તેના સમ્રાટ હર્ષવર્ધન અને ભાસ્કરવર્ધન જોડેના સંબંધોએ તેને ખ્યાતી આપી.

તેનું ખાનદાન કન્ફ્યુસીયસ સંપ્રદાયનું હતું પરંતુ નાનપણથી તેને બૌદ્ધ સાઘુ થવાનું મન હતું.તેના મોટા ભાઈ ચેન સુ જોડે પાંચ વર્ષ ઝીન્ગરું બૌદ્ધ મઠમાં રહયો. ત્યાં મહાયાન પંથ અને બીજા બુદ્ધીસ્ટ ફટાઓ નો અભ્યાસ કર્યો. ઇ.સ. ૬૨૨માં સુઈ વંશના પતન પછી હ્યુએન સંગ અને તેનો ભાઈ પલાયન થઇ ટાંગ વંશની રાજધાની ચાંગનમાં જઈ વસ્યા અને ત્યાંથી ચાંગડુ ગયા, જ્યાં બે-ત્રણ વર્ષ બંને ભાઈઓએ કોંગસુઈ મઠમાં અભીધર્મ કોષનો અભ્યાસ કર્યો. ૬૨૨માં પૂર્ણપણે બૌદ્ધ સાધુ બની ગયો. બૌદ્ધ ધર્મને પૂર્ણપણે સમજવા ભારત જવાનું નક્કી કર્યું. ૬૨૮માં  સંસ્કૃતનો અને બીજી ભાષાઓનો અભ્યાસ કર્યો. આ દરમિયાન બુદ્ધ ધર્મની યોગકારા શાખાનો પણ અભ્યાસ કર્યો.

ઇ.સ. ૬૨૯ માં ટાંગ સમ્રાટ ટાઇઝીંગ અને ગોકતુર્ક વચ્ચે યુદ્ધ ફટી નીકળ્યું, પ્રવાસની મનાઈ ફ્રમાવાઈ, છત્તા હ્યુએન સંગ પલાયન થવામાં સફ્ળ રહ્યો. ગોબીના રણને ઓળંગી ૬૩૦માં ટુપાર્ણના રાજાને મળ્યો. રાજાએ તેને પ્રવાસ માટે ઘણી મદદ કરી, પત્રો લખી આપ્યા અને કિમતી વસ્તુઓ આપી. પશ્ચિમ તરફ્ જતા લૂટારુંઓને થાપ આપી કારાશહર પહોંચ્યો બેદલ પાસને વટાવી કિર્ગીસ્તાન પહોંચ્યો અને ગોકતુર્કના ખાનને મળ્યો. ત્યાંથી નૈઋત્યમાં તાશ્કંદ, ઉઝબેકિસ્તાનનું પાટનગર, થઇને રણ ઓળંગી સમરકંદ પહોંચ્યો. દક્ષિણ તરફ્ અમુદરીયા અને તમ્રેઝ પહોંચ્યો, જ્યાં ઘણા બૌદ્ધ સાધુઓને મળ્યો. ત્યાંથી પૂર્વમાં કુંડુંઝ ગયો ત્યાં સાધુ ધર્મસિંહને મળ્યો. પશ્ચિમે બાલ્ખ, હાલનું અફ્ગાનિસ્તાન જ્યાં  બૌદ્ધ ધર્મસ્થાનો નિહાળ્યા. ખાસ કરીને નવવિહાર જેને તેણે પશ્ચિમના છેવાડાના સ્થાન તરીકે વર્ણવ્યા છે. ત્યાં પ્રાજ્ઞાકારા નામના સાઘુ પાસે ભણ્યો. ત્યાં તેને ઘણો અગત્યનો ગ્રંથ મહાવિભાસમળ્યો જેનો તેણે ચીની ભાષામાં અનુવાદ કર્યો.

પ્રાજ્ઞાકારા સાથે દક્ષિણનો પ્રવાસ કરી તે બામીયાન પહોંચે છે. ત્યાના રાજાને મળે છે અને ઘણા મહાયાન સંપ્રદાય સિવાયના સાધૂઓને મળે છે. ત્યાં જોએલી બે બુદ્ધની મહાન મૂર્તિઓનું પણ તે વર્ણન કરે છે. (હાલ માં જ આ મૂર્તિઓનો તાલીબાને નાશ કર્યો). ત્યાંથી પૂર્વતરફ્ પ્રવાસ આદરે છે અને શિબર પાસને પસાર કરી હાલના કાબુલની ઉત્તરે આવેલ કાપસી મુકામે પહોંચે છે. આજ ભૂમિને ગાંધાર કહે છે. અહી તે પહેલીવાર જૈન અને હિંદુઓને મળે છે. ત્યાંથી આદિનાપુર (હાલનું જલાલાબાદ) પહોંચે છે અને ભારત પહોંચ્યો હોવાનું અનુભવે છે. ત્યાંથી હુન્ઝા અને ખૈબર ઘાટ ઓળંગી ગાંધારની જૂની રાજધાની પુરુશપુર (હાલનું પેશાવર) પહોંચે છે. ત્યાં ઘણા સ્તુપો જુએ છે. સમ્રાટ કાનીષ્કે બનાવેલ સ્તૂપ ખાસ હોય છે. ૧૯૦૮માં  હ્યુએન સંગ ના વર્ણનો પરથી D. B. Spoonar આ સ્તૂપો પેશાવરની દક્ષિણે શોધી કાઢે છે.

હ્યુએન સંગે કરેલા અત્યંત કાળજી પૂર્વકના વર્ણનો અપ્રતિમ છે. સ્વાત ખીણ, બુનેર ખીણ, વગેરે ખેડી સિંધુ નદી પાર કરે છે. ત્યાંથી તક્ષશીલા, કાશ્મીર, જ્યાં તે અતિવિદ્વાન સંઘયાસને મળે છે. લગભગ દોઢ વર્ષ વિનીતપ્રભ, ચંદ્રવર્મન અને જયગુપ્ત જોડે અભ્યાસ કરે છે. ઈ.સ. ૧૦૦ માં થયેલ બુદ્ધોની સભાનું વર્ણન કરે છે. જે કુશાણ સમ્રાટ કનીષ્ક ધ્વારા આયોજાઈ હતી. ચીનીઓટ અને લાહોર વિષે પણ લખે છે.

તે જલંધર, કુલુવેલી, મથુરા, યમુનાનદી, માતીપુરા, જ્યાં ગંગા પાર કરે છે. ત્યાં મિત્રસેન પાસે ભણે છે. કન્નોજ, હર્ષવર્ધનની રાજધાની, અયોધ્યા, કોશામ્બી, દક્ષિણ નેપાળના તેરાઈ, કપિલવસ્તુ અને બુદ્ધનું જન્મ સ્થાન લુંમ્બીનીથી  બુદ્ધનું જ્યાં મૃત્યુ થયું તે કુશીનગર, સારનાથ, વારાણસી, વૈશાલી, પાટલીપુત્ર, બોધગયા, નાલંદા જ્યાં તે બે વર્ષ ગાળે છે. ત્યાં અનેક વિદ્વાનોનો સાથે સંપર્ક કરે છે. તર્કશાસ્ત્ર , વ્યાકરણ અને સંસ્કૃતનો ઊંડો અભ્યાસ કરે છે. Rene Grousset નોંધે છે કે હ્યુએન સંગના વર્ણનો અદભૂત છે. અહી તે શીલભદ્રને મળે છે. Rene નોંધે છે કે અહી ચીનના યાત્રીને સર્વજ્ઞા શિક્ષક મળે છે. જે તેને Ultimate Secrete of the Idealist SystemÏ નું જ્ઞાાન આપે છે. મહાયાન સંપ્રદાયના પ્રણેતા અસંગ, વસુબંધુ, હિન્ગરા, ધર્મપાલ જેવા બુદ્ધનું તત્વજ્ઞાાન ભણાવે છે. અને સિદ્ધિનામ નો હ્યુએન સંગનો ગ્રંથ નિર્માણ થાય છે.

હ્યુએન સંગ ત્યાંથી ઘણી જગ્યાએ જાય છે અને તેના સૂક્ષતમ વર્ણનો ઉપલબ્ધ છે. ભારતથી પાછા ફ્રતા તે ૬૫૭ થી વધારે ગ્રંથો અને અગણિત બીજું સાહિત્ય લઇ જાય છે. તેનું ચીનમાં ઘણું બહુમાન થાય છે. તેને અનેક પ્રલોભન થાય તેવી પદવીઓ  અને appointment આપવામાં આવે છે પણ તે કઈ  ન સ્વીકારતા તે મઠમાં રહે છે અને અનેક ગ્રંથો (૧૩૩૦ ગ્રંથો) નો અનુવાદ કરે છે. તેનો મુખ્યહેતુ યોગકારા – Conciousness Only – ને આત્મસાત કરવામાં જ  હતો.મારો તિબેટના લ્હાસાનો પ્રવાસ અવિસ્મરણીય રહેશે ત્યાં દલાઈલામા ના પોટાલા પેલેસમાં અનેક ગ્રંથો બહુ સાચવીને રાખ્યા છે. મને એવું જણાવવામાં આવ્યું કે બખત્યાર ખીલજી નામના નરાધમે કરેલ નાલંદા વિશ્વવિધાલયની લાઈબ્રેરીના નાશ વખતે અમૂક સાધૂઓ કેટલાક ગ્રંધો લઇને તિબેટ તરફ્ ભાગી ગયેલા તેમાના આ ગ્રંથો છે. આપણી સરકારે સંપૂર્ણ પ્રયત્નો કરી આ અલભ્ય ગ્રંથોને Digitized કરાવી લેવાની ખૂબ જરૂર છે. વિસરાઈ ગયેલી કેટલીય પ્રાચીન techologies તેમાંથી આપણને પ્રાપ્ત થઈ શકવાની શક્યતા છે. દા. ત.દિલ્લીમાં આવેલા લોહસ્તંભ જેને કાટ હજી પણ લાગતો નથી. તેવું લોહ બનાવવાનું શાસ્ત્ર વગેરે.. 

[email protected]

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન