FRC ફી નક્કી નથી કરતી અને રાજ્યમાં સરકાર જ નક્કી નથી, વાલીઓ  બેહાલ - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Gujarat
  • FRC ફી નક્કી નથી કરતી અને રાજ્યમાં સરકાર જ નક્કી નથી, વાલીઓ  બેહાલ

FRC ફી નક્કી નથી કરતી અને રાજ્યમાં સરકાર જ નક્કી નથી, વાલીઓ  બેહાલ

 | 12:51 am IST
  • Share

ગુજરાત સરકારમાં નવા મુખ્યમંત્રીની વરણી થતાં જૂનુંુ મંત્રી મંડળ વિખેરાઈ ગયું છે, જેમાં વાલીઓને બેવડો માર પડી રહ્યો છે. કારણ કે, ફી નિર્ધારણ કમિટી હજુ સુધી ખાનગી સ્કૂલોની ફી નિયત કરતી નથી અને બીજી તરફ રાજ્યમાં શિક્ષણમંત્રી રહ્યાં નથી. નવા મંત્રીઓ નિમાયા પછી હાલના વિભાગના સચિવો રહેશે કે કેમ, શિક્ષણની નવી નીતિ શુ હશે? તેવા સવાલો વાલીઓમાં ઊઠયાં છે.

ખાનગી સ્કૂલોની ફી નક્કી ન થતાં સંચાલકોને ઈચ્છા મુજબની ફી વસૂલવાના બખ્ખા પડી ગયાં છે. શિક્ષણમંત્રી જ રહ્યાં ન હોવાથી વાલીઓ પણ ફરિયાદ કોને કરવા જાય. બીજી તરફ કોરોનાની અસરના કારણે આ વર્ષે પણ વાલીઓને ૨૫ ટકા રાહત મળશે તેવી સરકારે મૌખીક જાહેર કરી હતી તેનુ શું? જેવા સવાલો ઊઠી રહ્યાં છે.

ગુજરાતમાં ૭ જૂનથી નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થઈ ચૂક્યો છે અને તબક્કાવાર સ્કૂલોમાં પ્રત્યક્ષણ શિક્ષણ પણ શરૃ થઈ ગયું છે. બીજી તરફ ફી નિર્ધારણ કાયદાના ભાગરૃપે તમામ ખાનગી સ્કૂલોની આગામી ત્રણ વર્ષ માટે ફી નિયત કરવાની છે. સ્કૂલોની દરખાસ્તો પણ ફી નિર્ધારણ કમિટી સમક્ષ પહોંચી ગઈ છે, પરંતુ વર્ષ-૨૦૧૭ની માફક આ વર્ષે પણ ફી નિર્ધારણ કમિટી ગોકળ ગાયની ગતીએ કામગીરી કરી હોય તેવો ઘાટ જોવા મળી રહ્યો છે. કારણ કે, સત્ર શરૃ થયાને પણ સાડા ત્રણ મહિના થવા આવ્યા છતાં હજુ સુધી ખાનગી સ્કૂલોની ફી નિયત થઈ નથી. બીજી તરફ સ્કૂલો દ્વારા પ્રથમ અને બીજી ક્વાર્ટરની ફી પણ વસૂલાઈ રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન