UNના મંચ પરથી વિશ્વને સંબોધવાની તાલિબાનોની ચાહત, રાજદૂત નિયુક્ત  - Sandesh
  • Home
  • World
  • UNના મંચ પરથી વિશ્વને સંબોધવાની તાલિબાનોની ચાહત, રાજદૂત નિયુક્ત 

UNના મંચ પરથી વિશ્વને સંબોધવાની તાલિબાનોની ચાહત, રાજદૂત નિયુક્ત 

 | 2:23 am IST
  • Share

અફઘાનિસ્તાન ઉપર કબજો કર્યા બાદ હવે તાલિબાનોમાં ેંગ્દના મંચ ઉપરથી વિશ્વને સંબોધન કરવાની ઇચ્છા ઊભી થઇ છે. તાલિબાનોએ ન્યુયોર્કમાં ચાલી રહેલી સંયુક્ત રાષ્ટ્ર મહાસભાની વચ્ચે પોતાના રાજદૂતની નિયુક્તિ કરી છે સાથે તાલિબાને ેંગ્દય્છને જણાવ્યું છે કે તેમના પ્રતિનિધિને ન્યૂયોર્કમાં સંબોધન કરવાની તક આપવામાં આવે. તાલિબાનોએ યુએનમાં પોતાના રાજદૂત તરીકે સોહેલ શાહિનની નિયુક્તિ કરી છે, તેમ યુએનએ બુધવારે જણાવ્યું હતું.

નોંધનીય છે કે શાહિન કતારમાં શાંતિની વાટાઘાટો દરમિયાન આ સંગઠનના પ્રવક્તા તરીકે કામ કરતો હતો. માનવામાં આવે છે કે તાલિબાનો દ્વારા ઉઠાવવામાં આવેલા આ પગલાંથી અફઘાનિસ્તાનના ભૂતપૂર્વ રાજદૂત અને તાલિબાનો વચ્ચે રાજકીય ખેંચતાણની શરૃઆત થઇ શકે છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો