૧૦ ફૂટ લાંબા બે અજગર, ૬૦ બચ્ચાં દેખાતા ફફડાટ - Sandesh
  • Home
  • Baroda
  • ૧૦ ફૂટ લાંબા બે અજગર, ૬૦ બચ્ચાં દેખાતા ફફડાટ

૧૦ ફૂટ લાંબા બે અજગર, ૬૦ બચ્ચાં દેખાતા ફફડાટ

 | 3:43 am IST

 

બોડેલી પાસે તાંદળજા ગામના ખેતરની ઘટના

૧૨ બચ્ચાં સલામત રીતે જંગલમાં છોડી મૂકાયા

 

ા બોડેલી ા

બોડેલી પાસેના તાંદલજા ગામના એક ખેતરમાં બે મહાકાય ૧૦ ફૂટ લાંબા અજગર સાથે ૬૦ જેટલા નાના બચ્ચાઓ એક સાથે જોવા મળતા સ્થાનિક રહીશો, ખેતરમાં માલિકમાં ગભરાટ ફેલાયો હતો.

તાંદલજા ગામે ખેતરમાં પ્રાણી પ્રેમી યુવાનો વિકાસ પંડિત, પ્રદિપ બારીઆ, શૈલેષ બારીયાની ટીમે આ ખેતરે પહોંચી ૧-૧ ફૂટ લાંબા ચટ્ટાપટ્ટાવાળા અજગર જગ્યામાં જોઈ ગભરાઈ ગયા હતા. અજગરોનો સમુહ તેમણે ગણતા ૬૦ નાના બચ્ચાઓ ત્યાં હતાં જ્યારે બે મોટા દસ-દસ ફૂટના અજગર હાજર હતાં. રેસ્ક્યુ કરનાર ટીમે તેમ છતાં મહા મુસીબતે ૧૨ બચ્ચા ઝડપી લીધા હતા.

બે મોટા અજગર નરમાદા ની જોડી હશે જેમના ઈંડા આ પાઈપમાં તેમણે મૂક્યા હશે ઈંડા ફૂંટતા તેમાંથી ૬૦ બચ્ચા નીકળ્યા હતા આ અજગરોનો સળવળાટ થતા ખેતર માલિકને પાછળથી તેને ખબર પડી હતી. સ્નેક્ટ ટીમે ઘટના સ્થળે તપાસ કરતા તેમણે બે મોટા અજગર પાઈપમાંથી સરકી જતા જોયા હતા. રેસ્ક્યુ દરમ્યાન બીજા ૪૮ જેટલા અજગરના બચ્ચા પણ પકડમાંથી છટકી ગયા હતા. જે પકડાયા ન હતા.

 

;