૧૦ હેક્ટરથી નાની માઈનિંગ લીઝ માટે સરકારી પ્રક્રિયા સરળ બનાવો - Sandesh
  • Home
  • Kutch-Bhuj
  • ૧૦ હેક્ટરથી નાની માઈનિંગ લીઝ માટે સરકારી પ્રક્રિયા સરળ બનાવો

૧૦ હેક્ટરથી નાની માઈનિંગ લીઝ માટે સરકારી પ્રક્રિયા સરળ બનાવો

 | 2:00 am IST
  • Share

ગુજરાતમાં મળી આવતા મુખ્ય ખનિજોમાં કચ્છ જિલ્લાનો ફાળો સૌથી મોટો છે અને જિલ્લા બહારના સંખ્યાબંધ લોકોને રોજગારી સહિતની સગવડ ઊભી થાય છે. કચ્છ અને ગુજરાતના લીઝધારકોના વિવિધ પ્રશ્નો અંગે કચ્છ બેન્ટોનાઈટ વેલ્ફેર એસોસિયેશન દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કે જેઓ ખાણ ખનિજ વિભાગના પણ મંત્રી છે તેમની સમક્ષ ધા નાખવામાં આવી છે અને પ્રશ્નોનો ઉકેલ લાવવા માગણી કરાઈ છે.
રજૂઆતમાં જણાવ્યા મુજબ, કચ્છમાંથી માઈનિંગ એક્ટિવિટી ઉપરાંત સરકારને રોયલ્ટી, ડીએમએફ, જીએસટી, પ્રોફેશનલ ટેકસ, ઈન્કમટેક્સ સહિત અબજો રૂપિયાની આવક થાય છે. ગુજરાત બહારના અમુક રાજકારણીઓ અને ઉદ્યોગપતિઓ દ્વારા કરાયેલા કૌભાંડોના કારણે માઈનિંગ ઉદ્યોગની પોલિસી તૈયાર કરવામાં આવી છે, તેમાં ૧૦૦ હેક્ટર કે તેથી વધુ લીઝધારક માટે નિયમો રાખવામાં આવ્યા છે તે એક હેક્ટર લીઝધારક માટે પણ રાખવામાં આવ્યો છે જે સહન કરી શકાતું નથી. જેથી ફરજિયાત રોજગાર ગુમાવવાનો વારો આવે છે. ૧૦ હેક્ટરથી નાની માઈનિંગ લીઝ અરજી માટે એનવાયર્મેન્ટ ક્લિયરન્સની પ્રક્રિયા સરળ બનાવવી જોઈએ.
આ ઉપરાંત, ખાનગી અને માલિકીની જમીનમાં માલિકની સહમતી વિના લીઝ થવી અશક્ય છે તેમજ પડોશી રાજ્ય રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં ખાનગી જમીન માટે સરળ તેમજ ઝડપી લીઝ મંજૂરી મળે છે, પણ ગુજરાતમાં આ વિષયમાં બહુ સમય લાગી જાય છે. સરકાર આ મામલે દખલ કરે એ જરૂરી છે.
તો, છેલ્લા ત્રણ વર્ષથી ડી.એમ.એફ. રૂપી જે વેરો રોયલ્ટી ઉપર ઉઘરાવવામાં આવે છે તેમાંથી થતા વિકાસ કામો અન્યત્ર થાય છે. જે ગામમાંથી ખનિજ નીકળે તે ગામને નુકસાન થાય તે સ્વાભાવિક છે તેથી ડીએમએફ સ્થાનિક ગામમાં વપરાતું ન હોવાથી ગ્રામીણસ્તરે વિરોધ છે. તેથી જે ગામમાંથી ખનિજ નીકળે છે તે ગામમાં જ વિકાસ કામો આ વેરામાંથી થવા જોઈએે. માઈનિંગ બાદ ખાડાઓને તળાવમાં રૂપાંતરિત કરવામાં આવે તો હજારો લિટર પાણીનો સંગ્રહ કરી શકાય. ખનનના મલબાને તળાવોની પાળમાં પણ વાપરી શકાય.
હાલમાં જે લીઝ ચાલુ છે તથા જેમને નવી મંજૂરી આપવાની છે તેની કામગીરી તાત્કાલિક કરવા માટે પણ રજૂઆત કરવામાં આવી છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો